દેશ-વિદેશ
News of Sunday, 17th February 2019

સઉદી પ્રિન્સ એક દિવસ મોડા જશે પાકીસ્તાન : ઇન્ડોનેશિયા અને મલેશિયાની યાત્રા રદ

સઉદી અરબના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનએ પાકિસ્તાન યાત્રા ૧ દિવસ માટે મુલત્વી રાખેલ છે.અને હવે શનિવારને બદલે રવિવારે ઇસ્લામાબાદ પહોંચશે. ઇન્ડોનેશીયાના વિદેશ મંત્રાલયએ જણાવ્યૂં કે સલમાનએ કારણ બતાવ્યા વગર ઇન્ડોનેશીયા અને મલેશિયાની યાત્રા ટાળી દીધી. પરંતુ નવી  તારીખ નકકી નથી કરી. એમની એશિયાઇ યાત્રામાં ભારત અને ચીન પણ સામેલ છે.

(12:19 pm IST)