દેશ-વિદેશ
News of Monday, 16th December 2019

ઇરાકમાં ઇસ્લામિક સ્ટેટના હુમલામાં બે પોલીસકર્મીના મોત

નવી દિલ્હી: ઇસ્લામિક સ્ટેટ (આઈએસ) ના આતંકવાદીઓએ રવિવારે ઇરાકના ઉત્તરીય પ્રાંત કિરુકુકમાં બે પોલીસકર્મીઓ પર હુમલો કરી તેની હત્યા કરી દીધી હતી. ઇરાકી સેનાએ માહિતી આપી.ઇરાકના સૈન્યના સંયુક્ત ઓપરેશન કમાન્ડ અનુસાર કિર્કુકમાં આઈએસના આતંકવાદીઓએ પોલીસ કાર પર મશીનગન વડે હુમલો કર્યો હતો, જેમાં બે પોલીસ જવાન શહીદ થયા હતા.દિયાલાના સ્થાનિક પોલીસ અધિકારી, અલા અલ-સાદીએ જણાવ્યું હતું કે બાતમીના આધારે સુરક્ષા દળોએ પૂર્વ દિઆલા પ્રાંત અને રાજધાની બગદાદ પર દરોડા પાડ્યા હતા અને શકમંદોને અટકાયતમાં લીધા હતા. શંકાસ્પદ લોકો પર કેટલાક ડઝન નાગરિકો અને સુરક્ષા કર્મચારીઓનું અપહરણ કરવાનો આરોપ છે.નોંધપાત્ર વાત છે કે, તેલથી સમૃદ્ધ દેશ ઇરાકમાં સુરક્ષાની સ્થિતિ 2017 થી સુધરી છે, કેમ કે 2017 ના અંતમાં, સુરક્ષા દળોએ દેશભરમાંથી આઈએસ આતંકવાદીઓને સંપૂર્ણ રીતે ખતમ કરવાની જાહેરાત કરી હતી.

(6:03 pm IST)