દેશ-વિદેશ
News of Monday, 16th December 2019

દૈનિક સંગ્રામના સંપાદક બાંગ્લાદેશમાં અટકાયત

નવી દિલ્હી: બાંગ્લાદેશ જમાત-એ-ઇસ્લામીના મુખપત્ર 'દૈનિક સંગ્રામ' ના સંપાદકને ડિજિટલ સિક્યુરિટી એક્ટ હેઠળના કેસમાં શનિવારે ત્રણ દિવસના રિમાન્ડ પર મોકલવામાં આવ્યો છે. ઢાકાના મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ મનુલ ઇસ્લામે દૈનિક સંગ્રામના સંપાદક અબુલ અસદને ત્રણ દિવસ પોલીસ કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો હતો. પોલીસે કોર્ટને એડિટરને પાંચ દિવસ માટે કસ્ટડીમાં મોકલવા જણાવ્યું હતું.શુક્રવારે રાત્રે હાટિરઝિલ પોલીસ સ્ટેશનમાં ડિજિટલ સુરક્ષા કાયદા હેઠળ સંપાદક વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. ડીએમપી તેજગાંવના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ બિપ્લાબ બિજોય તાલુકદારે જણાવ્યું હતું કે શનિવારે સંપાદકની ધરપકડ કરવામાં આવી હતી.અગાઉ, મુક્તિજુદ્દો મંચના આગેવાનો અને કાર્યકરોએ શહેરના મોગબજારમાં 'દૈનિક સંગ્રામ' ની કચેરીમાં તોડફોડ કરી હતી. 'દૈનિક સંગ્રામ'માં પ્રકાશિત થયેલા એક સમાચારોમાં ફાંસીની સજા સંભળાતા અબ્દુલ કાદિર મુલ્લાને શહીદ લખવામાં આવ્યા હતા.

(6:00 pm IST)