દેશ-વિદેશ
News of Saturday, 15th December 2018

ચીનમાં રોબોટે કર્યો કર્મચારી પર જીવલેણ હુમલો

નવી દિલ્હી:આપણે રોબોટને કાર ચલાવતા જોયા છે તેને કંપનીમાં કામ કરતા જોયા છે માનવીની સમકક્ષ તે ઉભા રહે છે પરંતુ તેનાથી ક્યારેક માનવીને પણ મુસીબત આવી શકે છે આની એક ઘટના સામે આવી છે ઘટના ચીનની છે જેમાં દક્ષિણી ચીનના જુજો પ્રાંતમાં એક માટીના વાસણ બનાવતી ફેકટરીમાં બેકાબુ બનેલ રોબોટે કર્મચારી પર જીવલેણ હુમલો કરી દીધો છે અને તેના શરીરમાં સ્ટીલની દસ નકલી રોડ ઘુસાવી દીધી છે જેના કારણે તેનો જીવ પણ જવાનો જોખમ હતો રોબોટે કર્મચારીના હાથમાં અને તેના શરીર પર સ્ટીલની એક ફૂટ લાંબી 10 નકલી રોડ ઘુસાવી દીધી હોવાની માહિતી મળી રહી છે.ઘાયલ કર્મચારીને તાત્કાલિક હોસ્પિટલ લઇ જવાતા સર્જરી કરીને તેનો જીવ બચાવી લેવામાં આવ્યો છે પણ પરિસ્થિતિ ખુબજ ગંભીર હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

(6:30 pm IST)