દેશ-વિદેશ
News of Saturday, 15th December 2018

૧૮ વર્ષથી સાડાચાર કિલોની ગાંઠ દાઢી પર લઇને ફરતી મહીલા સર્જરી પછી સાજી થઇ

લંડન તા ૧૫ : બ્રિટિશ મેડિકલ જર્નલમાં ભારતની ૪૭ વર્ષની એક મહિલાઓ કેસ છપાયો છે. ઉત્તર પ્રદેશમાંરહેતી આ મહિલાનું નામ નાહેર નથી કરવામાં આવ્યું તેની દાઢી પર છેલ્લા ૧૮ વર્ષથી જાયન્ટ ગાંઠ હતી, હા ગાંઠ ફાટી પણ ગઇ હતી. બે દાયકામાં એનું કદ લગભગ સાડાચાર કિલો જેટલું થઇ ગયું હતું એક નવજાત શિશુ જન્મે ત્યારે તેનું વજન અઢીથી ત્રણ કિલો જેટલું હોય છે, જયારે આ મહીલાની ગાંઠનું વજન સાડા ચાર કિલો હતું. અલ્હાબાદની મોતીલાલ નહેરૂ મેેડિકલ કોલેજના નિષ્ણાંતોએ આ મહિલાની સારવાર કરી હતી. તેમનું કહેવું હતુંકે પ્લીઓમોર્ફિક એડીનોમસ પ્રકારની આ અત્યંત રેેર કહેવાતી ગાંઠ હતી. ભારેખમ ગાંઠ અનેપીડા વેઠવા છતાં મહિલાને સર્જરીનો ડર લાગતો હોવાથી તેણે ડોકટરને કન્સલ્ટ કરવાનું જ ટાળ્યું હતું. જયારે આ ગાંઠ ફુટીને એમાંથી વિચીત્ર ગંધ મારતું દ્રવ્ય વહેવા લાગ્યું ત્યારે તેને પરિવારજનો ડોકટર પાસે લઇ ગયા. ડોકટરોએ દાઢી પર ૩૦ સેન્ટિમીટર લાંબો કાપો મૂકીને લગભગ છ કલાક સર્જરી કરીને દાડી પરથી ગાંઠ દુર કરી હતી. જોકે સર્જરી પછી તે નોર્મલ થઇ ચૂકી છે. મેડિકલ લિટરેચરમાં આ પ્રકારની ગાંઠ ભાગ્યેજ થતી જોવા મળી છે, અનેે આવો બીજો કોઇ કેસ હજી સુધી નોંધાયો નથી.

 

(12:04 pm IST)