દેશ-વિદેશ
News of Friday, 16th November 2018

હવે ફેસબુક પરથી સેન્ટ મેસેજ અન સેન્ડ કરી શકાશે

નવી દિલ્હી તા ૧૬ : જેમા વોટ્સએપ પર એક વાર મોકલી દીધેલો મેસેજ જો તમારે ડિલીટ કરવો હોય તો ગણત્રીની અમુક મિનીટોમાં જ તમ ે ડિલીટ કરી શકો છો એમ હવે ફેસબુક પર પણ થઇ શકશે. ફેસબુક પર મોકેલેલા મેસેજને ડિલીટ કરવા માટેે દસ મિનિટનો સમય નક્કી કરવામાં આવ્યો છે. મતલબ કે યુઝરે જો ભુલથી કોઇ મેસેજ મોકલી દીધો હોય એને  અનસેન્ડ કરવો હોય તો તમારી પાસે દસ મિનિટનો સમય રહેશે. અનસેન્ડ ફીચરની મદદથી તમે મોકલેલા ફોટોગ્રાફસ અને વિડીયો પણ ડિલીટ કરી શકશો. ફેસબુક તમે અનસેન્ડ કરેલો મેસેજ થોડાક સમય માટે પોતાની પાસે રહેવા દેશે, જેથી એ સુનિશ્ચિત કરી શકાય કે આ મેસેજ કોઇને હેરેસ કરવા માટે તો નહોતોને, ફેસબુકે હાલમાં બોલિવિયા, પોલેન્ડ, કોલંબિયા અને લિથુઆનિયા જેવા દેશોમાં આ ફીચર આપ્યું છે. ભારત અને અન્ય  દેશોમાં બહુ જલ્દી આ  ફીચર આવશે. આ ફીચર થકી મોકલેલા મેસેજને અનસેન્ડ કરવા માટે મેસેજ પર ટેપ કરીને થોડીક ક્ષણો માટે હોલ્ડ કરવાનું રહેશે. એ પછી રિમુવ ફોર એવરીવન નો ઓપ્શન દેખાશે જેની મદદથી મેસેજ અનસેન્ડ કરી શકાશે.

(2:57 pm IST)