દેશ-વિદેશ
News of Friday, 16th November 2018

આયરલેન્ડની મહિલાઓ ટવિટર પર પોતાની અન્ડરવેઅરની તસવીરો કેમ પોસ્ટ કરી રહી છે ?

બળાત્કારના આરોપીને કોર્ટે છોડી મુકયા પછી સોશ્યલ મીડિયા પર શરૂ થયું અનોખું અભિયાનઃ શોષિતને દોષી ગણવા સામે વિરોધ દર્શાવવામહિલા સંસદ સભ્યે હાઉસમાં અન્ડરવેઅર લહેરાવી

લંડન તા ૧૬ : આયરલેન્ડમાં બળાત્કારના એક આરોપીને છોડી મૂકવાના કોર્ટનાનિર્ણય સામેસોશ્યલ મીડિયા પર જોરદાર વિરોધ શરૂ થયો છે. અ ેકેસમાં આરોપીના વકીલે કોર્ટમાં મહિલાની અન્ડરવેઅર મહત્વના પુરાવારૂપે  રજૂ કરીને એ જાતિય સંબધને સંમતિપૂર્વકનો સંબંધ ગણાવ્યો હતો. એઘટના પછી સોશ્યલ નેટવર્કિગ સાઇટ ટ્રવિટર પર સેંકડો મહિલાઓએતેમની પેન્ટીના ફોટોગ્રાફસ મૂકીને લખ્યું હતું કે ્ન This is Not Consent આયરલેન્ડના કોર્ક પ્રાંતમાં ૧૭ વર્ષની છોકરી પર બળાત્કારના કેસમાં આરોપીની મહિલા વકીલે અદાલતમાં તે ટીનેજરની અન્ડવેઅર બતાવીને એ ઘટના સંમતિપૂર્વકના સેકસ સંબંધની સાબિત કરતાંં કોર્ટે આરોપીને છોડી મુકયો હતો.

હાલ આયરલેન્ડમાં # Me Too અભિયાન જેવું ્ન This is Not Consent અભિયાન સોશ્યલ મીડિયા પર શરૂ થયું છે. આયરિશ પ્રજામાં ્ન This is Not Consent હેશટેગ સાથેના મેસેજિતા બન્યા છે. ફકત અન્ડરવેઅર બતાવીને સંબધ સંમતિપૂર્વકનો સિદ્ધ કરવાની ઘટના સામે વિરોધ દર્શાવવા આયરલેન્ડનાં મહિલા સંસદ સભ્ય રૂથ કોપિગરે સંસદમાં વાદળી રંગની થોન્ગ (અન્ડરવેઅર) લહેરાવીને કહ્યું હતું કે પાર્લામૈન્ટના  હાઉસમાંં હન્ડરવેઅર બતાવવાનું કૃત્ય સોૈન શરમજનક લાગ્યું હશે, પરંતુ જે મહિલાની અન્ડરવેઅર સાબિતીરૂપે અદાલતમાં બતાવવામાં આવી તેને કેવું લાગ્યું હશે એ વિચારો.

સોશ્યલ મીડિયા પરવિકટિમ-બ્લેમિંગ એટલે કે અત્યાચારનો ભોગ બનેલી ટીનેજરને દોષીે ગણવાનાકિસ્સા સામે આક્રોશ જાગ્યો છે અને રોજ સેંકડો સ્ત્રીઓ તેમની અન્ડરવેઅરના ફોટોગ્રાફસ સાથે વિરોધ દર્શાવી રહી છે.

(2:56 pm IST)