દેશ-વિદેશ
News of Friday, 16th November 2018

ફેસબુક-એપ્પલમાં વધ્યો ઝઘડો: ઝૂકરબર્ગનો કર્મચારીઓને માત્ર એંડ્રોઈડ વાપરવા આદેશ

ફેસબુક અને એપ્પલ વચ્ચે ચાલી રહેલ તણાવ હવે ખુલીને બહાર આવ્યો છે અમેરિકી વર્તમાનપત્ર ન્યૂયોર્ક ટાઈમ્સ દ્વારા આપેલ જાણકારી મુજબ ફેસબુકના કો-ફાઉન્ડર અને સીઈઓ માર્ક ઝૂકરબર્ગે પોતાના બધા એક્ઝીક્યુટીવને આદેશ આપ્યો છે કે તે આઈફોનની જગ્યાએ હવે એંડ્રોઈડ ફોનનો ઉપયોગ કરે.બ્લોગમાં ફેસબુક તરફથી આ અંગેની અધિકૃત પુષ્ટિ કરવામાં આવી છે. વાસ્તવમાં એપ્પલના સીઈઓ ટિમ કુક છેલ્લા ઘણા સમયથી સુરક્ષા અને પ્રાઈવસી અંગે સાર્વજનિક રીતે ફેસબુક પર હુમલા કરી રહ્યા છે. માર્ક આ વાતથી ઘણા નારાજ છે.

  બ્લોગમાં ફેસબુક તરફથી કહેવામાં આવ્યુ છે કે, ‘ટિમ કુક સતત અમારા બિઝનેસ મોડલની ટીકા કરી રહ્યા છે અને માર્ક આ વાત અંગે સ્પષ્ટ છે કે તેઓ આ ટીકાઓથી સંમત નથી.' બ્લોગમાં આગળ લખ્યુ છે, ‘અમે અમારા કર્મચારીઓ અને એક્ઝઈક્યુટીવ લેવલના અધિકારીઓને એંડ્રોઈડનો ઉપયોગ કરવા કહીએ છીએ કારણકે તે દુનિયાની સૌથી લોકપ્રિય ઓપરેટિંગ સિસ્ટમ છે

 .' ન્યૂયોર્ક ટાઈમ્સ તરફથી કહેવામાં આવ્યુ છે કે કેવી રીતે ફેસબુક તરફથી ઘણા સ્કેન્ડલ્સનો જવાબ આપવામાં આવ્યો છે. એક સ્કેન્ડલમાં એ વાતનો દાવો કરવામાં આવ્યો છે કે ફેસબુક પોતાના મંચ પર રશિયા તરફથી થયેલા હુમલાનો જવાબ આપવામાં ઘણો ધીમો હતો.

(2:47 pm IST)