દેશ-વિદેશ
News of Friday, 16th November 2018

પેટ અને પેડુથી જોડાયેલી ટ્‍વિન બહેનો હેમખેમ છૂટી પડી

ભુતાનમાં નીમા અને દાવા નામની બે બાળકીઓ જન્‍મી ત્‍યારે તેમનો છાતીથી નીચેનો ભાગ જોડાયેલ હતો. પેડૂનો ભાગ અને લિવર પણ બન્ને વચ્‍ચે એક જ હતાં. પંદર મહિનાની આ છોકરીઓને છૂટી પાડવાનું કામ ઓસ્‍ટ્રેલિયાના મેલબર્નમાં આવેલી રોયલ ચિલ્‍ડ્રન્‍સ હોસ્‍પિટલમાં થયું હતું. લગભગ છ કલાક ચાલેલી સર્જરીમાં ડોકટરોએ બન્નેનાં શરીર જૂદા પાડયા હતા અને સાથે પેટના ભાગની પ્‍લાસ્‍ટિક સર્જરી પણ કરી હતી. આ સર્જરીને એક વીક થઇ ગયું છે અને હવે બન્ને બાળકીઓ સ્‍વસ્‍થ છે.

 

(11:10 am IST)