દેશ-વિદેશ
News of Friday, 16th November 2018

આયર્ન અને વિટામીન-સીથી ભરપુર આમળાના ફાયદા

આમળા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. આમળાના સેવનથી વાળ ઉતરવાની સમસ્યા દૂર થાય છે. ઉપરાંત તે શરીરમાં થતી નાની-મોટી બિમારીઓને પણ દૂર કરે છે. નિયમીત આમળાનું સેવન કરવુ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.

કેટલાક લોકોને તેની ખટાશ પસંદ હોતી નથી. જેના કારણે તે આમળાનું સેવન કરતા નથી. પરંતુ, જો તમારે બિમારીઓને તમારા શરીરથી દૂર રાખવી હોય, તો આમળાનું સેવન કરવુ ખૂબ જ જરૂરી છે.

. સવારે ઉઠીને આમળાનું જ્યુસ પીવાથી તમારો આખો દિવસ સારો પસાર થશે.

. આમળામાં વિટામીન-સી અને આયર્ન ભરપુર માત્રામાં હોય છે. આમળાના જ્યુસથી શરીરમાંથી ઝેરીલા તત્વ બહાર નીકળી જાય છે. જેનાથી કિડની અને પેટ સાફ થઈ જાય છે.

. દરરોજ એક કાચુ આમળુ ખાવાથી જીભ અચકાવાની (અટકી અટકીને બોલવાની) સમસ્યામાં સુધાર આવે છે.

. આમળાનું જ્યુસ દરરોજ પીવાથી પાચનક્રિયા યોગ્ય રહે છે. તેમજ ત્વચાના રોગોમાં ફાયદો થાય છે. ઉપરાંત, ત્વચામાં ચમક, વાળની ચમક, વાળને સફેદ થતા રોકવા, વગેરે જેવા અનેક ફાયદા છે.

. આમળાના સેવનથી શરીરમાં પ્રોટીનનું સ્તર વધે છે અને નાઇટ્રોજનનું સ્તર સંતુલિત રહે છે. જેનાથી ફેટ બર્ન થાય છે અને વજન ઘટાડવામાં મદદ મળે છે.

 

(10:59 am IST)