દેશ-વિદેશ
News of Friday, 16th November 2018

શિયાળામાં ખૂલ્લામાં જ સુકાવા દો વાળ.. ન કરો હેર ડ્રાયરનો ઉપયોગ

શિયાળામાં વાળ સુકવવા એ સૌથી મુશ્કેલ કામ બની જાય છે. તેથી શિયાળામાં જ્યારે વાળ ધોયા હોય, ત્યારે કેટલીક છોકરીઓ વાળને સુકવવા માટે તડકામાં બેસે છે, તો વળી કોઈ હેર ડ્રાયરનો ઉપયોગ કરે છે. વાળને સુકવવા અને હેર સ્ટાઈલ બનાવવા માટે આમ તો હેર ડ્રાયરનો ઉપયોગ સામાન્ય છે, પરંતુ વધારે પડતો તેનો ઉપયોગ કરવાથી વાળની પ્રાકૃતિક સુંદરતા ઘટી જાય છે અને તેમારા વાળ બેજાન થઈ જાય છે. દરરોજ હેર ડ્રાઈનો ઉપયોગ કરવાથી ખોળો, ડલનેસ, ડ્રાઈનેસ, હેરફોલ જેવી સમસ્યાઓ વધી જાય છે.

હેર ડ્રાય કરતી વખતે રાખો આ વાતોનું ધ્યાન

 સૌથી પહેલા એક વાતનું ધ્યાન રાખવુ ખૂબ જ જરૂરી છે કે, હેર ડ્રાયરને તમારા વાળથી ૬ થી ૯ ઇંચ દૂર રાખવુ જોઈએ.

 તમારા વાળ પ્રમાણે હેર ડ્રાયરનો ઉપયોગ કરવો જોઈએ. બધાના વાળ અલગ-અલગ પ્રકારના જેમકે, કર્લી, સોફટ, ડ્રાઈ અને સ્લિકી હેર હોય છે. તો તે મુજબ તમારા વાળ પ્રમાણે હેર ડ્રાયરનું તાપમાન સેટ કરીને ઉપયોગ કરવો જોઇએ.

 જ્યારે પણ હેર ડ્રાયરનો ઉપયોગ કરો, તો પહેલા વાળમાં સીરમ જરૂર લગાવવું. તે તમને સીધા હીટથી બચાવવા માટે એક પ્રોટેકશન લેયરનું કામ કરે છે. તે તમારા વાળને વધારે નુકશાન પહોંચવા દેતુ નથી અને તમારા વાળ મુલાયમ રહે છે.

 જ્યારે પણ તમે ડ્રાયરનો ઉપયોગ કરો, તો પહેલા વાળમાં કંડીશ્નર કરવાનું ન ભૂલતા.

 જો તમારા વાળ ડ્રાય અને ડેમેજ હોય તો હેર ડ્રાયરનો ઉપયોગ ન કરવો જોઈએ.

(10:58 am IST)