દેશ-વિદેશ
News of Saturday, 16th October 2021

વિશ્વનો સૌથી ગંદો માણસ છે ૮૩ વર્ષનો ઇરાની નાગરીક અમૌહાજી ૬૫ વર્ષથી ન્હાયો જ નથી

મહિનામાં માત્ર ૨ વખત ન્હાય છે ગર્લફ્રેન્ડ : યુવક હેરાન પરેશાન

નવી દિલ્હી,તા. ૧૬ : એક છોકરાએ સોશ્યલ મીડિયા પર પોતાની ગર્લફ્રેન્ડ અંગે જણાવતા કહ્યુ કે તેની ગર્લફ્રેન્ડ દર બે અઠવાડીયે ફકત એક વાર નહાય છે. જેના લીધે તેના શરીરમાંથી બદબુ આવતી રહે છે. એટલે તેને તેનાથી અલગ સોફા પર એકલા સુવું પડે છે.

'મિરર યુકે' અનુસાર, સોશ્યલ મીડીયા પ્લેટફોર્મ પર એક છોકરાએ પોતાની ઓળખ ગુપ્ત રાખીને પોતાની ગર્લફ્રેન્ડ બાબતે ઘણા ખુલાસાઓ કર્યા હતા. તેણે જણાવ્યુ કે તેની ગર્લફ્રેન્ડમાંથી એટલી બદબૂ આવે છે કે તેણે એકલા સોફા પર સુવું પડે છે.

છોકરાએ જણાવ્યુ કે તેની ગર્લફ્રેન્ડ ૧૫ દિવસમાં એક વાર નહાય. આના લીધે તેના શરીરમાંથી બહુજ દુર્ગંધ આવે છે જેને તે સહન નથી કરી શકતો. છોકરાએ કહ્યુ, 'હુ તેને બહુ પ્રેમ કરૃં છું પણ મને એ નહોતી ખબર કે તે મહિનામાં ફકત બે વાર નહાય છે.

જો કે આ છોકરો કદાચએ નહીં જાણતો હોય કે ૮૩ વર્ષના ઇરાની નાગરિક અમૌ હાજીને વિશ્વનો સૌથી ગંદો માણસ ગણવામાં આવે છે. હાજી છેલ્લા ૬૫ વર્ષથી નહાયો જ નથી. બિઝનેસ ટુ ડે અનુસાર, હાજીનું કહેવું છે કે તે પાણીથી ડરે છે એટલે નથી નહાતો. તેનું માનવું છે કે જો તે નહાશે. તો માંદો પડી જશે. આ ભયના કારણે તે છેલ્લા છ દાયકાથી નહાતો જ નથી.

(9:51 am IST)