દેશ-વિદેશ
News of Wednesday, 16th October 2019

અફઘાનિસ્તાનમાં બોંબ વિસ્ફોટની ઘટના: બે પોલીસ અધિકારીના મોત: 20 બાળકો ઈજાગ્રસ્ત

નવી દિલ્હી:પૂર્વી અફઘાનિસ્તાનમાં પોલીસ મુખ્યાલય નજીક એક ટ્રકમાં વિસ્ફોટ થવાની ઘટનામાં બુધવારના રોજ બે પોલીસ અધિકારીઓના મૃત્યુ થયા છે તેમજ અન્ય 20 બાળકોને ગંભીર રીતે ઇજા પહોંચી હોવાનું જાણવામાં આવી રહ્યું છે. લગમના પ્રાંતના  ગવર્નરે આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે પોલીસ મુખ્યાલયની બિલ્ડીંગ નજીક એક બોંબ વિસ્ફોટ થયો હતો જેના  કારણે નજીકનો એક મદરેસા પણ  તેની ઝપેટમાં આવ્યું છે જેના કારણે 20 બાળકોને અને 6 પોલીસ અધિકારીઓને ઈજાઓ પહોંચી છે.

         ગૃહ મંત્રાલયે આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  આ માટે તેમને તાલિબાનને દોષી જણાવ્યું છે વિદ્રોહી સમૂહોએ આ વિષે હજુ સુધી કોઈ પણ ટિપ્પણી કરી નથી.

(5:55 pm IST)