દેશ-વિદેશ
News of Wednesday, 16th October 2019

બહેનની વિદાયમાં આંસુ સારવા બદલ ભાઇએ જાહેરમાં માફી માગવી પડી

લંડન,તા.૧૬:તમે બરાબર વાંચી રહ્યા છો. બહેનની વિદાય વખતે ભાઈની આંખમાં આંસુ આવે એ તો કેટલી સહજ વાત છે? શું એ માટે કોઈએ માફી માગવી પડે? હા, પુરુષો રડે, જાહેરમાં રડે એ વાત હજીયે વિશ્વમાં કેટલીક જગ્યાએ માન્ય નથી. ચેચેન્સ રિપબ્લિકની આ ઘટના છે. જેમાં એમ યુવક તેની બહેનના લગ્નમાં રડી પડયો છે. આ ઘટનાનો વિડિયો વાઇરલ થયો અને તેના સમાજે આ રીતે જાહેરમાં આંસુ સારવા બદલ માફી માગવા માટે ફરજ પાડી. વાત માત્ર સામાન્ય લોકોની જ નથી. ચેચેન્સના  નેતા રમઝાન કદિરોવે પણ કહ્યું કે આ છોકરાએ પરંપરાનું ઉલ્લંદ્યન કર્યું એટલે તેની પાસે જાહેરમાં માફી મગાવવાનો નિર્ણય યોગ્ય જ હતો. તેણે જાહેરમાં માફી માગી એનો વિડિયો પણ સોશ્યલ મીડિયામાં અપલોડ કરવામાં આવ્યો હતો. એવું માનવામાં આવે છે કે ચેચેનના ં પુરુષો દુનિયામાં સૌથી મજબૂત અને પાવરફલ હોય છે એટલે તેઓ રડે એ માન્ય નથી. જોકે આ વાતથી સોશ્યલ મીડિયામાં જબરો બખાળો થયો. બહેનની વિદાઈ પર રડનારા ભાઈને માફી માગવા ફરજ પાડવીએ ખોટું છે. જોકે હિસ્ટોરિયન જેલિમખાન મુસાઇવનું કહેવું છે કે, 'ચેચેનમાં લગ્ન દરમ્યાન લોકો પોતાની લાગણીઓને પ્રદર્શિત કરે એ વાતને જ ઠીક નથી માનવામાં આવતી.

આ વાત માત્ર છોકરાઓ માટે જ નહીં, છોકરીઓને પણ લાગુ પડે છે. આ જ કારણોસર છોકરાનું રોવું સ્થાનિક અધિકારીઓને ગુસ્સો અપાવે એ સ્વાભાવિક છે. આમ જોવા જઈએ તો આ છોકરાએ બહેનના લગ્નમાં જ નહોતું જવું જોઈતું. કેમ કે લગ્નમાં જવું અને રોવું એ માત્ર કાયદાનો જ ભંગ નહીં, પરંપરાનો ભંગ છે.'

(3:48 pm IST)