દેશ-વિદેશ
News of Tuesday, 16th October 2018

તો આ કારણોસર બ્રિટેનમાં ઘરેણાં પહેરવા પર લાગ્યો પ્રિતબંધ

નવી દિલ્હી:ભારતીયોનો ભારે-ભરખમ તેમજ મોંઘા ઘરેણા પહેરવાનો શોખ આખા વિશ્વમાં પ્રખ્યાત છે. પરંતુ, સ્કોટલેન્ડ યાર્ડ પોલીસે ભારતીયોનાં આ શોખને જોતાં બ્રિટનમાં રહેતાં ભારતીયો માટે ચેતવણી જાહેર કરી છે. પોલીસે નવરાત્રિ અને દિવાળીની આસપાસ મોંઘા અને ભારે-ભરખમ ઘરેણાં ન પહેરવાની સલાહ આપી છે. સ્કોટલેન્ડ યાર્ડ પોલીસે આ વર્ષની શરૂઆતમાં લંડનમાં ભારતીય મૂળનાં એક દંપતિની સાથે લૂંટની ઘટનાનો એક વીડિયો જાહેર કર્યો છે. મેટ્રોપોલિટન પોલીસે કહ્યું હતું કે, તહેવાર દરમિયાન ખાસ કરીને વધુ ઘરેણાં પહેરવાને કારણે આ પ્રકારનાં અપરાધોમાં વધારો થાય છે.

લંડનમાં ભારતીયો ઘરેણાં પહેરીને મંદિરો તેમજ એકબીજાનાં ઘરે મળવા માટે જાય છે. પોલીસે જણાવ્યું હતું કે, ગત વર્ષ દરમિયાન લંડનમાં દક્ષિણ એશિયાઈ મૂળનાં લોકો સાથે લૂંટની 1891 ઘટનાઓ બની હતી. તે સમયે 90 લાખ પાઉન્ડનાં 6369 ઘરેણાંઓની લૂંટ થઈ હતી. દેશનાં સૌથી મોટા પોલીસ દળ સામાન્યતઃ નવરાત્રિ અને દિવાળીની આસપાસ ચેતવણી આપે છે, કારણ કે આ દરમિયાન ભારતીય મૂળનાં પરિવારો મોંઘા ઘરેણાં પહેરતા હોય છે.

(5:20 pm IST)