દેશ-વિદેશ
News of Tuesday, 16th October 2018

ઇઝરાયલની એરલાઇન્સ દ્વારા મળી આ ચેતવણી

નવી દિલ્હી: ઈઝરાયલની અગ્રણી એરલાઈન એલ અલે ચેતવણી આપી છે કે ઈઝરાયલની બધી એર કંપનીઓ 1 જાન્યુઆરીથી 2019થી પોતાની બધી ફ્લાઈટ બંધ કરી દેશે, કારણ કે વિદેશોમાં સલામતીને લઈને તેને ચિંતા છે. એક અહેવાલ અનુસાર એલ અલના ચેરમેન એલી દપાસેએ આ બાબત અંગે ઈઝરાયલની રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના ઉપપ્રમુખ અને વડાપ્રધાન કાર્યાલયે લખેલા એક પત્રમાં ઉલ્લેખ કર્યો છે. તેમણે પત્રમાં લખ્યુ છે કે વિદેશ મંત્રાલય સમગ્ર દુનિયામાં સુરક્ષા ગાર્ડની નિંમણુક ચાલુ રાખવા નથી માંગતા.

તેમના જણાવ્યા અનુસાર વિદેશ મંત્રાલયના ડાયરેક્ટર જનરલે તાજેતરમાં એક પત્ર લખ્યો, જેમાં કહેવામાં આવ્યુ હતુ કે મંત્રાલય એક જાન્યુઆરીથી વિદેશી એરપોર્ટ પર સુરક્ષા ગાર્ડની નિંમણુક નહી કરે, કારણ કે તે કર્મચારીઓની સાથે કોઈ કોન્ટ્રાક્ટ નથી થયો. વિદેશના એરપોર્ટ પર ફરજ બજાવી રહેલા સુરક્ષાકર્મીઓ એલ અલ, અરકિયા અને એસરએયર જેવી એરલાઈનમાં સહાયક સુરક્ષા અધિકારી તરીકે સેવા આપે છે.

(5:19 pm IST)