દેશ-વિદેશ
News of Tuesday, 16th October 2018

તમારા ઘર માટે સ્પેશ્યલ ટીપ્સ

 દરવાજાના મિજાગરા પર તેલ નાખવા કરતા પેન્સિલ ઘસો. એનાથી મિજાગરા અવાજ નહીં કરે અને કાટ પણ નહીં લાગે.

 કપડાં ધોતી વખતે શર્ટના કોલર પર પડેલા જિદ્દી ડાઘને દૂર કરવા માટે સાબુની જગ્યાએ શેમ્પુનો ઉપયોગ કરો.

 પુસ્તકોના કબાટમાં લીમડાના પાન રાખવાથી જીવડાં અને ઊધઈ લાગવાની શકયતા નથી રહેતી. થોડા-થોડા સમયે પાન બદલતા રહેવું.

 ચાની વપરાયેલી ભૂકીને સૂકવીને બારીનાં કાચ સાફ કરવાથી કાચ ચમકે છે.

 કાચના ગ્લાસ ચકચકિત કરવા પાણીમાં થોડી ગળી મિકસ કરીને એનાથી ધોવા અને પછી સ્વચ્છ પાણીથી ધોઈ નાખવા.

 

(9:58 am IST)