દેશ-વિદેશ
News of Tuesday, 16th October 2018

આ દર્દીઓએ બટેટાનું સેવન ન કરવુ

 આપણા માટે વધારે પડતા બટેટાનું સેવન હાનિકારક છે. કોઇ પણ શાકમાં બટેટુ નાખવાથી  તેનો સ્વાદ વધારી શકાય છે. એટલે જ મોટાભાગના બધા શાકમાં બટેટા નાખવામાં આવે છે. પરંતુ જે લોકો શરીરનો વજન ઘટાડવા ઇચ્છે છે તેને બટેટાનું સેવન ન કરવુ જોઇએ. ઉપરાંત સુગરના દર્દીઓએ પણ બટેટાનું સેવન કરવાનુ ટાળવુ જોઇએ. બટેટાની ચીપ્સ સ્વાસ્થ્ય માટે નુકશાનકારક હોય છે. તો જાણો બટેટાથી થતા નુકશાન વિશે.

સુગર : સુગરના દર્દીઓ માટે બટેટા નુકશાનકારક છેે. બટેટામાં ગ્લાઇસેમિક ઇન્ડેક્ષ હોય છે. જેનાથી શરીરમાં ગ્લુકોઝની માત્રામાં વધારો થાય છે.

ગેસ : તમે બટેટાનું સેવન કરો છો, તો ગેસની સમસ્યા વધી શકે છે.  દરરોજ બટેટા ખાવાથી મોટા ભાગના લોકોને ગેસ થાય છે. તેથી વધારે પડતુ બટેટાનું સેવન ન કરવુ જોઇએ.

બ્લડ પ્રેશર : વધારે પડતા બટેટાના સેવનથી બ્લડ પ્રેશરનું જોખમ વધી જાય છે. તેથી હાઇ બ્લડ પ્રેશરની સમસ્યાથી બચવા માટે બટેટાનું સેવન ઓછુ કરવુ.

મોટાપો : બટેટાનું વધારે માત્રામાં સેવન કરવાથી  વજન વધે છે. બટેટાનું  'ડીપ ફ્રાઇ' અને વધારે મસાલા સાથે ખાવાથી બચવુ નહિતર તમારો વજન વધશે.

(9:57 am IST)