દેશ-વિદેશ
News of Tuesday, 16th October 2018

દારૂની આદત અને ડિપ્રેશનથી મેળવો છુટકારો

ધુમ્રપાન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. તેમાં પણ દારૂની આદત માણસને બીમારીઓના ઘર તરફ લઇજાય છે. દરરોજ દારૂ પીવાના શોખીનો તેના આ શોખની આડમાં પોતાના સ્વાસ્થ્યને જોખમમાં મૂકી રહ્યા છે. કેટલાક લોકો શોખના કારણે દારૂ પીવે છે. તો વળી કેટલાક લોકો પોતાના દુઃખ અને ટેન્શનને ભૂલાવવા માટે દારૂનું સેવન કરે છે. હાલ મોટા ભાગના લોકો કોઇને કોઇ સમસ્યાના કારણે તનાવગ્રસ્ત હોય છે અને વધારે સમયના ટેન્શનના કારણે ડિપ્રેશનનો શિકાર થઇ ગયા છે. જ્યારે દારૂ અને વધુ પડતુ ટેન્શન બંને શરીર માટે નુકશાનકારક છે. તે બંનેથી લોકો છૂટકારો મેળવવા ઇચ્છતા હોય છે.

વૈજ્ઞાનિકોનું કહેવુ છે કે, તેણે એક એવી દવા વિકસીત કરી છે કે જેનાથી આલ્કોહોલ પીવાની માત્રા ઓછી કરી દારૂની આદત સંપૂર્ણ રીતે છોડી  શકાય છે અને તનાવમાં પણ ઘટાડો લાવી શકાય છે. અભ્યાસ અનુસાર ૨૦૦૦ના  દશકામાં દારૂની આદતને ખુબ જ વધારો થયો હતો. એક અભ્યાસમાં દર ૮ વ્યકિતમાંથી એક વ્યકિતને દારૂની આદત હોય છે. 

૧૪ કરોડ લોકો તનાવગ્રસ્ત

વૈજ્ઞાનિકોઓ જણાવ્યુ કે, આખી દુનિયામાં લગભગ ૧૪ કરોડ લોકો તનાવગ્રસ્ત છે અને તે દારૂના સેવનથી થતા રોગોપીડિત છે. એવા રોગોના ઇલાજ માટે અમુક જ દવાઓની મંજુરી મળી છે.  આ દવાઓનો હેતુ દારૂ પીવાની ઇચ્છામાં ઘટાડો લાવવો છે. પરંતુ તેનાથી મનોવૈજ્ઞાનિક રોગોનો ઇલાજ થતો નથી.

દારૂની આદત છોડાવનાર દવા

એક અભ્યાસમાં 'જી' પ્રોટીનયુકત 'રિસેપ્ટર' ઉપર વધારે ભાર આપવામાં આવ્યો છે. તેને ડેલ્ટા ઓપિઓયડ રિસેપ્ટર પણ કહેવામાં આવે છે. આ એક એવી અનોખી દવા છે, જેનાથી દારૂ પીવાની ઇચ્છાથી ઘટાડો લાવી શકાય છે. તેની સાઇડ ઇફેકટથી પણ બચી શકાય છે.

(9:54 am IST)