દેશ-વિદેશ
News of Wednesday, 16th September 2020

હું કોની સાથે વાતો કરૂં : મારી સાથે વાતો કરનાર કોઇ નથી

પત્ની અવસાન પામ્યા પછી બિટિશ દાદાએ ઘરની બહાર પોસ્ટર મૂકયું છે

લંડન,તા. ૧૬: બ્રિટનના ઇસ્ટ હેમ્પશરમાં ૭૫ વર્ષના રિટાયર્ડ ફિઝિસિસ્ટ ટોની વિલિયમ્સનાં પત્ની પેન્કિયાટિક કેન્સરને કારણે મૃત્યુ પામ્યા પછી તેમને માટે એકાંત અસહ્ય બન્યું છે. ટોની વિલિયમ્સે ઘરની બહાર પોસ્ટર મૂકયું છે. એ પોસ્ટર પર લખ્યું છે. 'હું કોની સાથે વાતો કરૃં, મારી સાથે વાતો કરનાર કોઇ નથી. ' નિઃસંતાન ટોનીનાં કોઇ સગાં પણ નજીક રહેતાં નથી. પત્ની અવસાન પામ્યા પછી એકાંતને અભિશાપ માનતા ટોનીદાદા ટેલિફોન પાસે બેસી રહે છે. તેઓ ટેલિફોનની ઘંટડી વાગવાની રાહ જોયા કરે છે. કદાચ કોઇ ફોન કરશે અને હું બે ઘડી વાતો કરીશ એવી ધારણા સાથે ટોનીદાદા ફોન પાસે બેઠા રહે છે. ટોનીએ મિત્રો બનાવવાના પ્રયાસ કર્યા, પરંતુ કોઇ મિત્ર વાતો કરવા આવતો નથી. ટોનીના ઘર પાસેથી પસાર થનારા લોકો પણ ઓછા હોય છે. અજાણી વ્યકિતઓને રોકીને વાતો ન કરાય, એથી આશા જાગી છે કે કદાચ લોકોમાં વાત ફેલાય અને કોઇ એકાંત પર પૂર્ણવિરામ મૂકવા આવી પહોંચે.

(11:35 am IST)