દેશ-વિદેશ
News of Monday, 16th September 2019

કિમ જોંગ-ઉન એ પત્ર લખી ટ્રમ્પને ઉતર કોરિયા આવવા આમંત્રણ આપ્યું

દક્ષિણ કોરિયાના એક અખબારના સુત્રોના હવાલાથી જણાવાયુ છે કે ઉતર કોરિયાના ટોચના નેતા કિમ જોંગ-ઉનએ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ઓગષ્ટમાં મોકલાવેલ પત્રમાં  એમણે પ્યોંગયાંગ આવવાનું આમંત્રણ આપ્યુ હતુ.

રિપોર્ટ મુજબ કિમએ સાથે જ ત્રીજા શિખર સંમેલનની  ઇચ્છા વ્યકત કરી હતી. ટ્રમ્પ અને કિમના બે શિખર સંમેલનો થઇ ચુકયા છે.

ટ્રમ્પએ ૯ ઓગષ્ટના રોજ કહ્યું હતુ કે કિમનો બેહદ ખુબસુરત પત્ર મળ્યો.

(11:12 pm IST)