દેશ-વિદેશ
News of Thursday, 16th July 2020

20 જુલાઈથી 22 જુલાઈની વચ્ચે યુએઈએ મિશન મંગળ લોન્ચ કરવાનો નિર્ણય કર્યો હોવાની માહિતી

નવી દિલ્હી:સરકારના સંચાર કાર્યાલએ ગુરુવારના રોજ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યુંછે કે સંયુક્ત અરબ અમીરાતે 20જુલાઈથી 22 જુલાઈ વચ્ચે મિશન મંગળના લોચિંગની વાત કરી છે તેમણે પોતાનું કામ ફરીથી શરૂ કરી દીધું છે.

     જાપાનના તનેગાસીમાં સ્પેસ સેંટરથી યૂએઇના હોપ પ્રોબ પ્રક્ષેપણ અનિશ્ચિત વાતાવરણના કારણોસર બે વાર પ્રભાવિત થયું હતું પહેલા 15જુલાઈના રોજ લોંચ કરવાનો નિણર્ય કરવામાં આવ્યો હતો પરંતુ ખરાબ વાતાવરણના કારણોસર તેને 17જુલાઈના રોજ ટાળી દેવામાં આવ્યું હતું પરંતુ હવે યુએઈ દ્વારા 20થી 22 જુલાઈ વચ્ચેની તારીખ આપવામાં આવી છે જો યુએઈ સફળતાપૂર્વક લોંચ કરે તો  બીજા ગ્રહ પર મિશન મોકલનાર તે પ્રથમ અરબ દેશ હશે.

(6:41 pm IST)