News of Tuesday, 16th July 2019
અમેરિકાની ક્લિનિકમાં ગોળીબારીની ઘટનામાં 2ના મોત
નવી દિલ્હી: અમેરિકાના બાલ્ટીમોરમાં એક મેથાડોન ક્લિનિકમાં થયેલ ગોળીબારીની ઘટનામાં બે લોકોના મોત નિપજ્યા છે જયારે અન્ય એક પોલીસ અધિકારી સહીત એક મહિલાને ગંભીર ઇજા પહોંચી છે પોલીસ અધિકારી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ગોળીબારી કરનાર શખ્સ પણ મોતને ભેટ્યા છે તેમજ અન્ય એક વ્યક્તિ પણ મૃત હાલતમાં મળી આવ્યો હતો.
(6:15 pm IST)