દેશ-વિદેશ
News of Tuesday, 16th July 2019

ઈરાનમાં બે માર્ગ અકસ્માતમાં 18 લોકોએ દમ તોડ્યો: 14ને ગંભીર ઇજા

નવી દિલ્હી: ઇરાકમાં બે અલગ અલગ માર્ગ અકસ્માતમાં 18 લોકોએ દમ તોડ્યો છે તેમજ 14 લોકોને ગંભીર રીતે ઇજા પહોંચી છે ઈરાનની સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આ ઘટના મંગળવારના રોજ બની છે પ્રથમ ઘટના ઈસફહાનના મધ્ય પ્રાંતમાં બની હતી જેમાં એક મીની બસ ખાડીમાં પડી ગયા હતી અને 11 લોકો મોતને ભેટ્યા હતા તેમજ 8ને ઇજા પહોંચી હતી જયારે બીજી ઘટનામાં 7 લોકો મોતને ભેટ્યા છે અને અન્ય ઇજાગ્રસ્તને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

(6:13 pm IST)