દેશ-વિદેશ
News of Sunday, 16th June 2019

મહિલાઓ સજાતિય પોર્ન ફિલ્મો વધારે પસંદ કરે છે

તાજેતરમાં કરવામાં આવેલા અભ્યાસનુ તારણ :પુરૂષો કરતા મહિલાઓ વધારે પોર્ન ફિલ્મો નિહાળે છે

લંડન,તા. ૧૬ : બ્રિટનંમાં તાજેતરમાં જ કરવામાં આવેલા રસપ્રદ નવા અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો  છે કે મહિલાઓ વધારે સજાતિય પોર્ન ફિલ્મો નિહાળે છે. પુરૂષોની સરખામણીમાં મહિલાઓ વધારે પોર્ન ફિલ્મ ફિલ્મો નિહાળે છે તેવી બાબત પણ સપાટી પર આવી છે. અભ્યાસ બાદ તારણમાં દાવો કરવામાં આવ્યો છે કે મુખ્ય ૬ણ કેટેગરીની ફિલ્મો મહિલાઓ વધારે નિહાળે છે. જેમાં સજાતિય ફિલ્મો, અને ટીનેજ ફિલ્મોનો સમાવેશ થાય છે. પોર્ન હબને આવરી લઇને કરવામાં આવેલા અભ્યાસમાં કેટલીક નવી બાબત પણ ઉભરીને સપાટી પર આવી છે. અગાઉ પણ કેટલાક અભ્યાસ આ વિષયને આવરી લઇને કરવામાં આવ્યા હતા જેમાં જણાવવામાં આવ્યું હતું કે મહિલાઓ પણ પુરૂષોની જેમ જ પોર્ન સાઇટો નિહાળે છે. જો કે તેમની પસંદગી પુરૂષો કરતા અલગ રહે છે. સાયબરસાઇકલોજી, બિહેવિયર અને સોસિયલ નેટવર્કિગ સાઇટ પર જોવા મળતી પ્રવૃતિની પણ નોંધ લેવામાં આવી હતી.

કેટલાક બ્રિટીશ નિષ્ણાંતો આ તારણ સાથે સંમત નથી. કારણ કે આમાં કોઇ કારણ કે નક્કર પુરાવા રજૂ કરવામાં આવ્યા નથી. બીજી બાજુ  બ્રિટીશ લોકો કહે છે કે તારણ કેટલાક અંશે યોગ્ય છ. યુવા પેઢીમાં યુવતિઓ પણ વધારે ટેકનોલોજીનો ઉપયોગ કરતી થઇ છે. સાથે સાથે સોશિયલ નેટવર્કિગં સાઇટનો ઉપયોગ વધ્યો છે. આવી સ્થિતીમાં પોર્નની બોલબાલા પણ વધી છે. 

(8:12 pm IST)