દેશ-વિદેશ
News of Saturday, 16th June 2018

ફણગાવેલ અનાજ ખાવાથી સ્વાસ્થ્યને નુકશાન પણ થઈ શકે

સામાન્ય રીતે ફણગાવેલ અનાજને સ્વાસ્થ્યની દૃષ્ટિએ ખૂબ જ ફાયદાકારક ગણવામાં આવે છે. પરંતુ, તેનાથી તમારા સ્વાસ્થ્યને અમુક પ્રકારનું નુકશાન પણ થાય છે.

. રિસર્ચ અનુસાર, સ્પ્રાઉટને ફણગાવતી વખતે તેમાં રહેલ નમીથી સાલ્મોનેલા અને લિસ્ટેરીયા જેવા બેકટેરીયા પેદા થાય છે. આ બેકટેરીયા ઘણી બીમારીઓનું ઘર બને છે.

. જેમકે, સાલ્મોનેલા ટાઈફી નામના બેકટેરીયા તમને ટાયફોઈડના દર્દી બનાવી શકે છે.

. લિસ્ટીરિયા નામના બેકટેરીયાથી કિડની સંબંધી સમસ્યાઓ થવાનો જોખમ રહે છે.

. આ ઉપરાંત, ફણગાવેલ અનાજ ફૂડ પોઈઝનીંગ અથવા ઝાડાનું કારણ પણ બને છે.

(10:10 am IST)