દેશ-વિદેશ
News of Saturday, 16th June 2018

ઉનાળામાં પણ કોથમરીને રાખો તાજી

કોથમરી કોઈ પણ શાકની રંગતને સુંદર બનાવવાનો ગુણ ધરાવે છે. સામાન્ય રીતે લોકો તેનો ઉપયોગ માત્ર તેના ભોજનને ગાર્નિશ કરવા માટે જ નહીં પરંતુ, તેની ચટણી અને અન્ય વસ્તુઓ બનાવવામાં પણ કરે છે. પરંતુ, ઉનાળામાં કોથમરી ઝડપથી ખરાબ થઈ જાય છે. તો જાણી લો કે કેવી રીતે લાંબા સમય સુધી કોથમરીને તાજી રાખી શકાય છે.

સૌથી પહેલા કોથમરી લો અને તેની પાછળની ડાળખીને છરીથી કાપી લો. ત્યારબાદ એક કંટેનર લો અને તેમાં થોડુ પાણી અને એક ચમચી હળદર નાખો. હવે કોથમરીના પાંદડાને ૩૦ મિનીટ સુધી પાણીમાં પલાળી રાખો.

 પાંદડાને પાણીમાંથી કાઢી ધોઈ લો અને તેને સૂકવો. હવે એક ટીશુ પેપરથી તેને સાફ કરી લો. ત્યારબાદ એક કંટેનર લો અને તેમાં ટીશુ પેપર રાખી દો અને કોથમરી તેમાં રાખો.

હવે કોથમરીની ઉપર ટીશુ પેપર લગાવો અને ડબ્બામાં બંધ કરી દો. એક વાતનું ખાસ ધ્યાન રાખવુ કે કોથમરીમાં સાવ પાણી ન રહેવુ જોઈએ. હવે આ કંટેનરને વ્યવસ્થિત રીતે એરટાઈટ બંધ કરી દો. હવે તેને ફ્રીઝમાં રાખી દો. આમ તમે કોથમરીને કેટલાય દિવસ સુધી ઉપયોગમાં લઈ શકો છો.

(10:08 am IST)