દેશ-વિદેશ
News of Thursday, 16th May 2019

માલિકે તેના શ્વાનના ગેરકાનૂની નામ રાખતા આવ્યો આ અંજામ

નવી દિલ્હી: પૂર્વી ચીનમાં એક વ્યક્તિએ પોતાના શ્વાનના સ્પેશિયલ નામ રાખવા ભારે પડી ગયા છે. આ શખ્સે પોતાના શ્વાનના નામ સરકારી અધિકારીઓના નામ પર રાખવા બદલ પોલીસે તેની ધરપકડ કરી લીધી છે. એક સરકારી સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આ શખ્સે સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાના શ્વાનના નામ પોસ્ટ કર્યા હતા અને જેના પછી પોલીસે તેને બોલાવીને તેની ધરપકડ કરી લીધી હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે.

(6:22 pm IST)