દેશ-વિદેશ
News of Thursday, 16th May 2019

વિશ્વના સૌથી વયસ્ક પુરૂષ હોવાનો દાવો કરતા ભાઇ ૧૨૩ વર્ષે અવસાન

રશિયામાં રહેતા પોતે વિશ્વના સૌથી ઘરડા હોવાનો દાવો કરતા અપ્પાજ લિએવ નામના દાદા તાજેતરમાં ગુજરી ગયા હતા. આ દાદાને આઠ સંતાનો છે. તેમનું કહેવું હતું કે ૧૯૧૭થી ૧૯૨૨ની સાલ દરમ્યાન તેઓ રશિયન સિવિલ વોરમાં રેડ આર્મીમાં હતા. સેકન્ડ વર્લ્ડ વોર વખતે તેઓ ૪પ વર્ષના થઇ ગયા હોવાથી રિટાયર્ડ થઇને ટ્રેકટર ચલાવવાનું કામ કરવા લાગ્યા હતા. આ દાદા પાસે આર્મીનું કાર્ડ છે જે તેઓ ૧૨૩ વર્ષના હોવાની ગણતરી પૂરી પાડે છે, પરંતુ જન્મ તારીખનો પ્રમાણભુત દાખલો અને જેરેન્ટોલોજીના નિષ્ણાતો દ્વારા તેમની ઉંમરની ચકાસણી ન થઇ હોવાથી તેમની ઉંમરને ઓફિશ્યલી સ્વીકારવામાં નહોતી આવી. જીવનના છેલ્લા દિવસો સુધી સક્રિય રહેનારા અપ્પાઝદાદાના કહેવા મુજબ તેમની લાંબી ઉંમરનું રાઝ તેમની લાંબા કલાકોની ઊંઘ છે. તેઓ રોજ ૧૧ કલાકની ઊંઘ લેતા હતા અને કોઇ વ્યસન ધરાવતા નહોતા.

(3:35 pm IST)