દેશ-વિદેશ
News of Thursday, 16th May 2019

સોૈથી તેજ ગતિએ ટુક ટુક દોડવવાનો વિશ્વ વિક્રમ

બ્રિટનના એસેકસમાં રહેતા બિઝનેસમેન મેટ અવરાર્ડ અને રસેલ શેરમેન નામના બે કઝીનભાઇઓએ સોૈથી ઝડપથી થાઇલેન્ડની ફેમસ ટુક ટુક રીક્ષા ચલાવવાનો રેકોર્ડ બનાવ્યો છે. આ કારનામુ પાર પાડવા માટે તેમણે રિક્ષામાં કેટલાક મોડિફીકેશન્સ પણ કર્યા હતા. મેટે ઇ-બે સાઇટ પરથી જુની ટુક ટુક રિક્ષા ખરીદી હતી અને પછી એમાં કેટલાક બદલાવ કર્યા હતા. ૧૮ લાખ રૂપિયા ખર્ચીને એમાં ૧૩૦૦ સીસીનું પાવરફુલ એન્જિન લગાડવામાં આવ્યું હતું. એ પછી તેણે કઝિન બ્રધર રસેલ શેરમેન સાથે મળીને નોર્થ યોર્કશાયરના એલ્વિન્ગ્ટન એરફીલ્ડ પર ટુક ટુક દોડાવી હતી. શરૂઆતમાં તેમણે ૧૧૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રીક્ષા દોડાવવાની ગણતરી રાખી હતી. જોકે જયારે એરફીલ્ડ પર ઊતર્યા ત્યારે પવનની દિશાને કારણે તેમનું કામ સરળ બની ગયું અને મેટે ૧૧૯ કિલોમીટર પ્રતિ કલાકની રફતારથી રિક્ષા ચલાવવાનો ગિનેશ વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરી લીધો હતો.

(3:32 pm IST)