દેશ-વિદેશ
News of Thursday, 16th May 2019

સોપારીથી થતા ફાયદા વિષે જાણો ?

ભારતમાં લોકો વર્ષોથી સોપારીનો ઉપાયોગ માઉથ ફ્રેશનરના રૂપમાં કરતા આવ્યા છે. સામાજિક, સાંસ્કૃતિક અને ધાર્મિક અવસરો ઉપર તેની એક ખાસ જગ્યા રહિ છે. સોપારીને પૂજા સામગ્રીના રૂપમાં પણ ઉપાયોગ કરવામાં આવે છે. સોપારી આયુર્વેદમાં અનેક પેટના રોગો જેમકે ગેસ, સોજો, કબજિયાત, પેટના કીડા વગેરેમાં ખૂબ જ ઉપાયોગી છે.

દાંતોની પીળાશ દૂર કરી દાંત ચમકાવવા માટેઃ ૩ સોપારીને શેકી લો. પછી શેકેલી સોપારીને પીસીને પાવડર બનાવી લો. આ પાવડરમાં લીંબુના રસના ૫ ટીપા નાખો અને એક ગ્રામ કાળુ મીઠું મેળવી લો. રોજ દિવસમાં બે વાર આ મિશ્રણથી પોતાના દાંતની સફાઈ કરો. એક અઠવાડીયામાં દાંત ચમકવા લાગશે.

-- જુની અને પાકેલી સોપારી કફ અને પિત્ત દુર કરે છે.

-- સોપારીના ચૂર્ણ વડે પકાવેલા તેલની માલીશ કરવાથી કટીવાત (બૅકપેઈન) મટે છે.

-- ખાવામાં સોપારીની માત્રા ૧/૨ થી ૧ ગ્રામ જેટલી જ હોવી જોઈએ. કૃમી રોગમાં થોડી વધુ લઈ શકાય છે.

-- કૃમી થઈ હોય તો સોપારીનો ભૂકો ગરમ પાણી સાથે દિવસમાં ત્રણ-ચાર વાર લેવો.

-- વધુ પડતી સોપારી ખાવાથી ઉધરસ થાય છે, લકવો કે મોંનું કેન્સર  પણ થઈ શકે છે.

-- ડાયાબિટીસને કારણે અનેક લોકોને વારંવાર મુખ સૂકાઇ જવાની સમસ્યા થાય છે. જો તમારી સાથે પણ આવી સમસ્યા હોય તો જ્યારે પણ મુખ સૂકાઈ જાય ત્યારે સોપારીનો એક ટુકડો મુખમાં રાખો. લોકોને આ સ્થિતિથી બચવા માટે સોપારી ખુબ જ મદદ કરે છે, કારણ કે ચાવવાથી મોટી માત્રામાં સ્લાઈવા બહાર આવે છે.

 

(9:48 am IST)