દેશ-વિદેશ
News of Thursday, 16th May 2019

જાણો છો, તણાવથી દૂર રહેવા માટે કયા વિટામીનની જરૂર પડી શકે ?

આજનો માનવી રોજની ભાગદૌડમાં એટલો વ્યસ્ત થઈ ગયો છે કે તે પોતાની હેલ્થનું પણ ધ્યાન રાખી શકતો નથી. ઓફિસમાં વધુ કામ, ધંધામાં મંદી કે અન્ય કોઇ કારણોસર આજનો માનવી તણાવમાં પોતાનું જીવન જીવી રહ્યો છે. ઘણીવાર આ પાછળ જવનમાં ઉતણાર-ચઠાવ જવાબદારી હોય છે. જો કે ઘણીવાર આ તણાવનું કારણ આપણુ ખાન-પાન પણ હોય છે.

વિટામીન-બીઃ વ્યકિતને ભાવનાત્મક અને માનસિક રૂપથી ફિટ રાખવા માટે વિટામીન-બી ની જરૂરી હોય છે. આ વિટામીન દારૂનું સેવન કરતા લોકોમાં ઓછુ થઈ જાય છે.

ઙ્ગવિટામીન-બી1: આ વિટામીન શરીરની ઉર્જા નિયંત્રિત કરવામાં મદદ કરે છે. આ વિટામીન તમારા મગજને નિયંત્રિત કરે છે.

વિટામીન-બી5: આ વિટામીનની કમીથી તમે તણાવમાં મુકાઇ શકો છો. સાથે શરીરમાં થાક અને સુસ્તી જેવી સમસ્યાઓ મહસૂસ થવા લાગે છે.

વિટામીન-બી3: આ વિટામીનની કમીથી માનસિક અને શારીરિક સુસ્તીની સાથે વધુ ચિતા પણ થવા લાગે છે. આ વિટામીન અન્ય મનોરોગનું પણ કારણ બને છે.

(9:48 am IST)