દેશ-વિદેશ
News of Wednesday, 15th May 2019

ફુદીનો સ્વાસ્થ્ય માટે સૌથી બેસ્ટ

ફુદીનો સ્વાસ્થ્ય માટે સૌથી બેસ્ટ ફુદીનો એક એવી ઔષધી છે જેનો દરેક સિઝનમાં ઉપાયોગ કરીને વિવિધ રોગ મટાડી શકાય છે. ફુદીનો ગરમી અને ચોમાસાની સિઝનમાં બેસ્ટ સંજીવની બુટ્ટી તરીકે ઓળખવામાં આવે છે. સ્વાદ અને સુંગધનો આ પ્રમાણેનો સંગમ બહુ ઓછા છોડ અને ઔષધીમાં જોવા મળે છે. ફુદીનો એક એવો છુડ છે જે બારેય મહિનામાં ઉગે છે. અને તે ગુણોની ખાણ માનવામાં આવે છે. ફુદીનામાં વીટામિન-એ ભરપૂર માત્રામાં મળે છે. ફુદીનાનો ભોજનની સાથે-સાથે તેનો અનેક વિવિધ રોગમાં પણ મહત્વનો માનવામાં આવે છે.

 ફુદીનાનું શરબત પીવાથી કોલેરા મટે છે.

 વાયુ અને શરદીમાં પણ ફુદીનાનો ઉકાળો ફાયદાકારક છે.

 ડિલીવરી સમયે ફુદીનાનો રસ પીવાથી નોર્મલ ડિલીવરી થવાની શકયતા વધારે રહે છે.

કુદીનો અને આદુનો રસ અથવા ફુદીનો અને આદુનો ઉકાળો પીવાથી ટાઢીયો તાવ-મેલેરિયા મટે છે. વળી તેનાથી કોઈ પણ પ્રાકનો તાવ પણ મટી જાય છે.

 મોઢાંમાંથી વાસ આવતી હોય  તો ફુદીનો પીસીને તેને એક ગ્લાસ પાણીમાં મીકસ કરી દવો જોઈએ. આ પાણીથી દિવસમાં બે-ત્રણ વખત કોગળા કરવાથી પણ આ સમસ્યાનો ઉકેલ આવી શકાય છે.

(10:07 am IST)