દેશ-વિદેશ
News of Friday, 16th April 2021

યુરોપમાં કોરોનાના કારણોસર મૃત્યુ પામનારની સંખ્યા દસ લાખને પાર થઇ

નવી દિલ્હી: યુરોપમાં કોરોનાને કારણે મરનારાની સંખ્યા દસ લાખનો આંક પાર કરી ગઇ હોવાનું વિશ્વ આરોગ્ય સંસ્થાના યુરોપના વડા ડો. હાન્સ કલુઝે જણાવ્યું હતું.તેમણે જણાવ્યું હતું કે ૮૦ વર્ષ કરતાં વધારે વયના લોકોમાં કોરોનાને કારણે થતાં મોતમાં૩૦ ટકાનો ઘટાડો થયો છે. તેમણે ઉમેર્યું હતું કે જેમણે એસ્ટ્રાઝેનેકાની કોરોના રસી મેળવી છે તે લોકોમાં લોહી ગંંઠાઇ જવાનું જોખમ વધારે છે.

જર્મનીમાં રોબર્ટ કોચ ઇન્સ્ટિટયુટે જણાવ્યું હતું કે છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૨૯,૪૨૬ કેસો નોંધાતા કુલ કેસોની સંખ્યા ૩૦,૭૩,૪૪૨ થઇ છે જ્યારે આજે કોરોનાને કારણે ૨૯૩ જણાના મોત થવાને પગલે કોરોનાનો કુલ મરણાંક ૮૦,૦૦૦થવાને આરે છે. આરોગ્ય પ્રધાનજેન્સ સ્ફાને જણાવ્યું હતું કે જર્મનીએ તેની વસ્તીના ૧૭. ટકા લોકોનેકોરોનાની રસી આપી દીધી છે. હાલ દરરોજ પાંચથી નવ લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવે છે અને નવા કેસોમાં ૯૦ ટકા કેસો યુકે વેરીઅન્ટના જણાયા છે.

(6:43 pm IST)