દેશ-વિદેશ
News of Tuesday, 16th April 2019

યુએસ એ પોતાના નાગરિકોને પાકિસ્તાનના બ્લુચિસ્તાન અને પીઓકે ન જવાની સલાહ આપી

અમેરિકાએ પોતાના નાગરિકોને આતંકવાદને ધ્યાનમાં રાખી પાકિસ્તાની યાત્રાની યોજના પર પુર્નવિચાર કરવાની સલાહ આપી છે. અમેરિકાએ એમને બ્લુચિસ્તાન  ખેબર પખ્તુનખ્વા  અને પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીર (પીઓકે) ના આતંકવાદી હુમલાને કારણે સૌથી ખતરનાક સ્તર ચાર શ્રેણીમાં રાખ્યા છે અને પોતાના નાગરિકોને આ સ્થાનોની યાત્રા ન કરવા કહ્યું છે.

(10:16 pm IST)