દેશ-વિદેશ
News of Tuesday, 16th April 2019

આ રીંછ છેલ્લાં ૧પ વર્ષથી જેલમાં છે,તેને થઇ છે આજીવન કેદની સજા

મોસ્કો તા. ૧૬: કઝાખસ્તાનના કોસ્તાનેય શહેરમાં આવેલી એક જેલમાં લગભગ ૭૦૦ જેટલા માનવકેદીઓ છે. આ જ જેલમાં કેદ છે એક માદા રીંછ, તેને પણ આજીવન કેદની સજા થઇ છે. કાત્યા નામની આ માદા રીંછ સર્કસમાં કામ કરતી હતી. દાયકાઓ પહેલાં આ સર્કસવાળા કોસ્તાનેય શહેરમાં આવ્યા ત્યારે આ કાત્યા સાવ બચ્ચું હતી અને સર્કસના કાફલાથી તે છૂટી પડી ગઇ હતી. આ બચ્ચાને એક કેમ્પ-સાઇટ પર પાંજરામાં પૂરી રાખવામાં આવ્યું જેથી એ ટૂરિસ્ટોનું મનોરંજન કરી શકે. જોકે એ સમયગાળા દરમ્યાન તેને જોવા આવનારા કેટલાક દર્શનો પર એણે હુમલા કર્યા. બે માણસો પણ તેણે એવો લોહિયાળ હુમલો કર્યો કે એ માણસોને આજીવન શારીરિક અક્ષમતા આવી ગઇ. છેલ્લે જયારે એણે એક દારૂ પીધેલા માણસ પર હુમલો કર્યો ત્યારે એ કેમ્પ-સાઇટવાળાએ કાત્યાને ઠેકાણે પાડવા માટે ઝૂ અને એનિમલ શેલ્ટરનો સંપર્ક કર્યો જે આ પ્રાણીની સંભાળ રાખી શકે. જો કે કોઇ આ હિંસક પ્રાણીનાં કારનામાં જોઇને એને રાખવા તૈયાર ન થયું એટલે આખરે તેને માનવો પર હુમલા કરવાના ગુનાસર આ જેલમાં રાખવામાં આવી છે. તેને આજીવન કેદની સજા થઇ છે અને જેલની બહાર ખાસ એના માટે એક નાનું પીંજરૃં બનાવવામાં આવ્યું છે. જેમાં કામ કરતા અને કેદીઓને મળવા આવતા પરિવારજનો આ રીંછને જોવા આવે છે અને વાતો કરે છે. જેમાં કેદ થયા પછી કાત્યા સ્વભાવે શાંત થઇ ગઇ છે. કેદીઓના ભોજનમાંથી વધેલું કાત્યાને આપવામાં આવે છે. પંદર વર્ષ આ જેલમાં થઇ ગયા છે અને કાત્યા વર્ષના સાતથી આઠ મહિના જ જાગતી અને ખાતી-પીતી હોય છે. બાકીના મહિનાઓમાં એ જેલના પીંજરાની અંદરના ગોખલામાં આખો દિવસ સુતી રહે છે.

(4:11 pm IST)