દેશ-વિદેશ
News of Tuesday, 16th April 2019

હવે નવું સંશોધનઃ સેકસથી બીજા દિવસે ''ફીલ ગુડ'' અનુભવાયઃ ભાવાત્મક લાભ પણ મળે છે

સેકસનો સંબંધ લાંબા આયુષ્ય અને હૃદયરોગનો ખતરો ઓછો કરવા સાથે તો છે જ પણઃસંબંધો મજબુત બનાવે છે અને જીંદગીમાં ખુશાલી પણ લાવે છે

 આયુષ્ય વધારવા અને હૃદયરોગનું જોખમ ઘટાડવામાં સેકસ સંકળાયેલ છે. એવું લાંબા સમયથી માનવામાં આવે છે. પણ હવે નવું સંશોધન એવું પણ કહે છે કે તેનાથી ઇમોશનલ ફાયદાઓ પણ થાય છે અને તેનાથી સંબંધોના તાણાવાણા મજબુત બને છે અને તે જીવનને અર્થસભર બનાવીને જીવનમાં ખુશીઓ ઉમેરે છે.

જયોર્જ મેસન યુનિવર્સિટીના ટોડ કાસ્ડન અને તેનાજોડીદારોએ ઇમોશન નામના જર્નલમાં એક લેખ પ્રકાશિત કર્યો છે. જેના માટે તેમણે સેકસ્યુઅલ બીહેવીઅર અને સારી અનુભૂતિ વચ્ચેની લીંક તપાસવા માટે લોકોની રોજનીશીનો ઉપયોગ કર્યો હતો. આના માટે તેમણે ૧૫૨ વિદ્યાર્થીઓને ત્રણ અઠવાડિયા સુધી રોજેરોજની તેમની સેકસ્યુઅલ બીહેવીઅર, લાગણીઓ અને અનુભૂતિઓ નોંધવાનું કહ્યું હતું. લોકોના વેલબીઇંગને માપવા માટે તેમની પોઝીટીવ ફીલીંગ, મુડ અને તેમનો દિવસ કેવો રહ્યો તેની નોંધ લીધી હતી.

સંશોધકોને જાણવા મળ્યું છે કે કોઇપણ પ્રકારની સેકસ્યુઅલ એકટીવીટી જેમાં દીર્ધ ચૂંબનથી સેકસ્યુઅલ ઇન્ટરકોર્ષ સુધીનો સમાવેશ થાય છે. તે પછીના બીજા દિવસે લોકો ખુશ જણાયા હતા અને તેમને જીંદગી અર્થસભર લાગી હતી. કોઇપણ પ્રકારના જાતીય અનુભવથી તમારા વેલબીઇંગમાં  સુધારો જોવા મળ્યો હતો. જો કે તેનાથી ઉલ્ટું પાછું એટલું સાચુ નહોતું  એટલે કે તમે ખુશ હોવ તો સેકસની ઇચ્છા થાય તેવું દરેક વખતે નહોતું બન્યુ઼ જેના પરથી તેમણે તારણ કાઢયું હતું કે સેકસના કારણે જ વેલબીઇંગમાં વધારો થાય છે.

કાડસન કહે છે કે સેકસ્યુઅલ કોન્ટેકથી આપણે આપણા અંગત સાથીદાર સામાજીક અને શારીરિક સ્વીકારની લાગણી અનુભવીએ છીએ. તમે તમારા શરીરને કોઇને સોંપો અને તેનું શરીર મેળવો તે લાગણી અદ્દભુત હોય છે અને તેના લીધે તમારી ઇમોશનલ હેલ્થમાં વધારો થાય છે.

બીજા એક નવા અભ્યાસમાં એ પણ જણાયું છે કે વ્યકિતના તેના સેકસ્યુઅલ પાર્ટનર સાથેના સંબંધોની પણ અસર થાય છે. જે લોકોના પોતાના સેકસ પાર્ટનર સાથેના સંબંધો રોમાન્ટીક હતા તેમની વેલબીઇંગની લાગણી વધારે જોવા મળી હતી. ઇન્ટીમેટ અને સંતોષદાયક સેકસ દરેક વ્યકિતના વેલબીઇંગ લેવલમાં વધારો કરે છે. પણ જેમના સંબંધો વધુ નજીકના પ્રેમભર્યા હોય છે તેમને તે વધારે ફાયદો કરે છે.

કોઇપ્રકારના સંબંધો હોય, વેલબીઇંગ અને પોતાના સાથીદાર સાથે આત્મીયતા માટે સેકસ એક થેરાપીનું કામ કરે છે. કાડસન કહે છે કે તે એક થેરાપીસ્ટ વગરની થેરાપી છે જે તમારૂ સામાજીક અતડાપણું અને એકલતા દૂર કરવાની રસી છે. (ટાઇમ્સ હેલ્થ માંથી સાભાર)

(3:29 pm IST)