દેશ-વિદેશ
News of Tuesday, 16th April 2019

ઇઝરાયલના સંશોધકોએ પેશન્ટના સેલનો ઉપયોગ કરીને બનાવ્યું 3D હાર્ટ

સસલાના શરીરના કદના આ હાર્ટનો ઉપયોગ ભવિષ્યમાં ટ્રાન્સપ્લાન્ટ માટે પણ કરી શકાય

લંડન તા.૧૬: ભૂતકાળમાં ઘણા લોકોએ હાર્ટના સ્ટ્રકચરનું 3D પ્રિન્ટ બનાવ્યું છે, પરંતુ પહેલી વખત ઇઝરાયલના તેલ અવિવમાં આવેલી યુનિવર્સિટીના સંશોધકોએ મનુષ્યના બ્લડ સેલનો ઉપયોગ કરીને હાર્ટનું 3D પ્રિન્ટ બનાવ્યું છે. સંશોધકોએ એવો દાવો પણ કર્યો હતો કે આનો ઉપયોગ હાર્ટમાં ઉદભવતી ખામીઓને દૂર કરવામાં તેમ જ શકય હોય તો ફુલ ટ્રાન્સપ્લાન્ટમાં પણ કરાશે. તેલ અવિવમાં સંશોધકોએ ત્રણ કલાકમાં માનવના હાર્ટથી ઘણા જ નાના કદનું ૨.૫ સેન્ટિમીટરનું અંદાજે એક સસલાના કદનું હાર્ટ બનાવ્યું હતું જેમાં હાર્ટમાં હોય એવી તમામ નસો હતી. પેશન્ટના શરીરના બ્લડ સેલનો જ ઉપયોગ કરવામાં આવ્યો હોવાથી શરીર એનો સ્વીકાર નહીં કરે એવી શકયતા પણ ઘણી ઓછી છે.

(11:41 am IST)