News of Monday, 15th April 2019
અરબ દેશોમાં ભારતીય ડિગ્રીને મળશે સમાન દરજ્જો
નવી દિલ્હી: ખાડી દેશમાં નોકરીની તલાશ કરી રહેલ લોકોને હવે રાહતના સમાચાર મળ્યા છે સંયુક્ત અરબ અમિરાતમાં સરકાર નિર્ધારિત માનદંડ પૂર્ણ કરનાર બધા ભારતીય ડિગ્રીને સમાન દરજ્જો આપવામાં આવશે અબુધાબીમાં ભારતીય દૂતાવાસ તરફથી મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ભારતીય દૂત નવદીપ સિંહ સુરીએ યુએઈ શિક્ષા મંત્રી હુસૈન બિન ઈબ્રાહીમથી ગયા અઠવાડિયે મળીને ભારતીય નાગરિકોની સમસ્યા વિષે ચર્ચા કરી હતી. અસ્પષ્ટતાના કારણે ભારતીય ડિગ્રીને સમાન હક દેવાની ના કહેતા આ બેઠક યોજાઈ હતી. જેમાં એ ઘોષણા કરવામાં આવી છે કે ભારિતય ડિગ્રીને સમાન હક આપવામાં આવશે।
(6:10 pm IST)