દેશ-વિદેશ
News of Monday, 15th April 2019

ઓસ્‍ટ્રેલિયાના બ્રિસબનમાં નશામાં ધુત ૩ યુવતિઓની જાહેરમાં અશ્લિલ હરકતો

બ્રિસબન: ઓસ્ટ્રેલિયાના બ્રિસબનની એક અત્યંત શરમજનક ઘટના સામે આવી છે. નશામાં ધૂત 3 યુવતીઓએ જાહેરમાં એવી અશ્લિલ હરકતો કરી કે જાણીને શરમથી માથું ઝૂકી જાય. ચોંકાવનારી વાત એ છે કે આ હરકત બાળકો અને વૃદ્ધોએ પણ કમને જોવાનો વારો આવ્યો. નશામાં ધૂત યુવતીઓએ જાહેરમાં બધાની સામે જ સેક્સ્યુઅલ એક્ટ પરફોર્મ કર્યું પરંતુ પોલીસે કહ્યું કે તેમના પર કેસ ચાલી શકે નહીં.

મહિલાઓની આ અશ્લિલ હરકત સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ ગઈ. એક અંગ્રેજી વેબસાઈટના રિપોર્ટ મુજબ લગભગ 10 મિનિટ સુધી યુવતીઓએ આ ગંદો ખેલ ચલાવ્યો. બ્રિસબનના ફોર્ટીટ્યૂડ વેલીમાં ઘટેલી આ ઘટના 3 માર્ચની છે. ઘટના વખતે અનેક લોકો ત્યાંથી પસાર થઈ રહ્યાં હતાં. પોલીસે કહ્યું કે તેમની પાસે આ અંગે કેસ ચલાવવા માટે કોઈ કારણ નથી.

યુવતીઓની આ શરમજનક હરકત બદલ જ્યારે પોલીસ બોલાવવામાં આવી ત્યારે આ ગંદોખેલ બંધ થયો. પોલીસે નશામાં ધૂત યુવતીઓને જાહેરમાં અશ્લિલ હરકતો કરતી અટકાવી અને તેમને કપડાં પહેરવામાં મદદ કરી. ત્યારબાદ તેમને ઉબેર કેબથી રવાના કરી દીધી.

ક્વીન્સલેન્ડ લો સોસાયટીના પ્રેસિડેન્ટ બિલ  પોર્ટ્સે કહ્યું કે કેસ કરવો એ પોલીસના અધિકાર ક્ષેત્રમાં આવે છે. જો કે તેમણે કહ્યું કે વીડિયો પુરાવાથી એ વાત સમજમાં આવે છે કે આ મામલો જનતાને પરેશાન કરતો બને છે.  બિલ પોર્ટ્સે કહ્યું કે આવી હરકતોને લોકો નું ધ્યાન ન જાય તે રીતે જાહેરમાં કરવાનો હક છે. ક્વીન્સલેન્ડ પોલીસના પ્રવક્તાએ કહ્યું કે અધિકારીઓની યુવતીઓ પર લગાવવા માટે કોઈ આરોપ નથી.

જો કે પોલીસ પ્રવક્તાએ કહ્યું કે ઔપચારિક ફરિયાદ મળતા આ મામલે તપાસ કરવામાં આવશે. મીડિયા રિપોર્ટ મુજબ એક પ્રત્યક્ષદર્શીએ આ ઘટનાને સંપૂર્ણ રીતે અશ્લિલ ગણાવી. એક અન્ય પ્રત્યક્ષદર્શીએ કહ્યું કે તેનાથી નાના અપરાધ ઉપર પણ પોલીસ કેસ ચલાવે છે. ઘટનાની બરાબર પહેલા યુવતીઓએ નજીકની એક રેસ્ટોરન્ટમાં ભોજન કર્યું હતું. તેમનું બિલ લગભગ 40,000 આવ્યું હતું. ઘટના બાદ યુવતીઓ બિલ ચૂકવ્યાં વગર જ ત્યાંથી જતી રહી. એક અન્ય વ્યક્તિએ ત્યાં આવીને બિલ ચૂકવ્યું હતું. એક વ્યક્તિએ કહ્યું કે પોલીસે તેમના જેન્ડર વિશે વિચાર્યા વગર કાર્યવાહી કરવી જોઈતી હતી. આ લોકો પુખ્ત વયના હતાં અને તેમના પર કેસ ચાલવો જોઈતો હતો.

(4:58 pm IST)