દેશ-વિદેશ
News of Monday, 15th April 2019

લીબીયાના સંઘર્ષમાં ૧૨૦ થી વધુના મોત

૬૦૦ લોકો ઘાયલ-વિશ્વ આરોગ્ય સંસ્થાનો રિપોર્ટ

ત્રિપોલી તા.૧૨: ત્રિપોલી નજીક ચાલી રહેલી લડાઇમાં ૧૨૧ લોકો માર્યા ગયા છે. લીબીયાની રાજધાનીને પોતાના કબજામાં લેવા માટે ખલીફા હફતાર દ્વારા આ મહિનાની શરૂઆતમાં સંઘર્ષ શરૂ થયા પછી આ સંઘર્ષમાં આ લોકો માર્યા ગયા છે વિશ્વ આરોગ્ય સંસ્થાએ ગઇ કાલે આ માહિતી આપી હતી.

સંસ્થાના લીબીયા સાથે જોડાયેલા વિભાગે ટવીટર પર જણાવ્યું કે તે આ વિસ્તારમાં ચિકીત્સા સામગ્રી સાથે વધારે સ્ટાફને ત્યાં મોકલી રહ્યોછે. સાથેજ તેણે આરોગ્ય કર્મચારીઓ પર વારંવાર થતા હુમલાઓની પણ નિંદા કરી છે. આ વિસ્તારમાં ચાર એપ્રિલથી આ સંઘર્ષ ચાલુ થયો છે.

દેશના પૂર્વ વિસ્તારમાં કબજો ધરાવતા હફતારના સૈનિકોએ સંયુકત રાષ્ટ્રના સમર્થન વાળી સરકારના વફાદાર સૈનિકો વિરૂધ્ધ લડાઇ રોકવાની અપિલને ફગાવી દીધી હતી. હફતાર પૂર્વ લીબીયામાં સ્થિતએ પ્રશાસનનું સમર્થન કરે છે જેણે ફયાઝ અલ સરાની આગેવાનીવાળી અને સંયુકત રાષ્ટ્રના સમર્થન વાળી યુનિટી સરકારને માન્યતા આપવાની ના પાડી છે.

(12:02 pm IST)