દેશ-વિદેશ
News of Saturday, 16th March 2019

સ્વાસ્થ્યવર્ધક દહીંનો કરો આવી રીતે અવનવો ઉપયોગ

દહીં એ પોષણમૂલ્યથી ભરપૂર છે. તે પ્રોટીન, કેલ્શિયમ, વિટામીન્સ અને મિનરલ્સ જેવા કે રિબોફલેવીન, વિટામીન-બી૧૨, વિટામીન-બી૨, પોટેશિયમ, મેગ્રેશિયમ જેવા પોષક તત્તવોનો ભંડાર છે. નેશનલ ઈન્સિટટયૂટ ઓફ ન્યૂટ્રિશનના જણાવ્યા મૂજબ ૧૦૦ ગ્રામ દહીં ૩.૧ ગ્રામ પ્રોટીન, ૧૪૯ મિ. ગ્રામ કેલ્શિયમ, ૪ ગ્રામ ચરબી અને ઝીરો સુગર છે. તેમાં ટ્રાન્સફેટ નથી. જો આપણે સ્કીન મિલ્કમાંથી બનાવેલ થઈ જાય છે. આવા દહીંનો તમે કઈ સ્થિતિમાં કેવો ઉપયોગ કરી શકો તે જાણીએ.

  ફ્રૂટ્સ સાથે દહીં એ ખાસ કરીને શાકાહારીઓ માટે પોસ્ટ વર્કઆઉટ મીલનો સારો સ્ત્રોત છે.

 એક વાટકો દહીં દિવસની શરૂઆત માટેનો સારો આહાર છે.

 દહીંનો ઉપયોગ કરીમાં ક્રીમની અવેજીમાં થાય છે તેથી કેલેરી ઘટી જાય છે.

 દહીંમાં પાલક, ઘઉંના ફાટા, બ્રાઉન રાઈસ, નટ્સ ઉમેરવાથી ફાઈબર વિપુલ પ્રમાણમાં મળે છે. આ એક તંદુરસ્તીભર્યું ખાણું બને છે.

 છાશમાં આદું, મરી, મીઠું નાખીને અને ગળી/ખારી લસ્સી બનાવીને અવેજીયુકત પીણાં તરીકે ઉપયોગમાં લઈ શકાય છે.

 કોઈ પણ લોટમાં દહીં ઉમેરવાથી તેની પૌષ્ટિકતા જ વધે છે એવું નથી, પણ તે વસ્તુ લાંબો સમય સુધી બગડતી નથી અને રોટલી/પરોઠા વગેેરે નરમ અને ફૂલેલા બને છે.

(10:04 am IST)