દેશ-વિદેશ
News of Tuesday, 16th February 2021

છૂટી ભલે ગયા, તલવાર તો લટકતી છે જ

વોશિંગ્ટન,તા. ૧૬: ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને સેનેટમાં મહાભિયોગની સુનાવણી દરમ્યાન બીજી વાર જીત મળ્યા પછી હવે બન્ને પક્ષો કેપીટલ હિલ હુમલાની તપાસ સ્વતંત્ર પંચ દ્વારા કરાવવાના ટેકામાં આગળ આવી રહ્યા છે. આ તોફાનોની તપાસ કરાવવાની યોજના બનાવાઇ છે અને તે અંગે સેનેટની સેનેટ રૂલ્સ કમિટીની આ મહિનાની આખરમાં સુનાવણી થવાની છે.

પ્રતિનિધી સભાની સ્પીકર નેન્સી પેલોસી ડી કેવીફે સૈન્યના રીટાયર્ડ લેફટેનન્ટ જનરલ રસેલ ઓનોરને કેપિટલની સુરક્ષા પ્રક્રિયાની સમીક્ષાનું નેતૃત્વ કરવા પણ કહ્યું છે.

બન્ને પક્ષોના સાંસદોએ પણ આ અંગે વધુ તપાસ થવાના સંકેત આપ્યા છે. શનિવારે ટ્રમ્પના પક્ષમાં ૫૭ મત પડ્યા હતા અને વિરૂધ્ધમાં ૪૩ મત હતા જે મહાભિયોગ માટે જરૂરી ૨/૩ મતથી ઓછા હતા. ટ્રમ્પ વિરૂધ્ધ મતદાન કરનાર સાત રિપબ્લીકન સાંસદોમાંથી એક એવા લુસિયાનાના સેનેટર બિલ કેસીડીએ કહ્યુ કે જે પણ થયુ તેની સંપૂર્ણ તપાસ થવી જોઇએ.

અમેરિકામાં ૧૧ સપ્ટેમ્બરે થયેલા આતંકવાદી હુમલાની તપાસ જે રીતે થઇ હતી તેવી જ સ્વતંત્ર તપાસ આ ઘટનાની કરાવવાનું સમર્થન પેલોસીએ કર્યું છે.

સેનેટર ક્રિસ કુંસે કહ્યુ કે હજુ પણ એવા ઘણા પુરાવાઓ છે જેના અંગે લોકોએ જાણવું જરૂરી છે અને ૯/૧૧ જેવું પંચ જ એ સુનિશ્ચિીત કરશે કે કેપિટલને ભવિષ્યમાં કેવી રીતે સુરક્ષિત રાખી શકાશે.

(3:06 pm IST)