દેશ-વિદેશ
News of Saturday, 16th February 2019

ગરોળી સાથે રમતાં-રમતાં ૪ વર્ષની છોકરી હોસ્પિટલની છત પરથી પડી ગઇ, પણ ફ્રોક ફસાઇ જતાં બચી ગઇ

બેંગકોક તા ૧૬ :  થાઇલેન્ડમા ં કંચનાપુરી શહેરમાં સો વર્ષ જુની એક હોસ્પિટલની  છત પરથી ચાર વર્ષની એક છોકરી પડી ગઇ. આ  છોકીરી તેના  પપ્પાના ચેકઅપ માટે આવી હતી. હોસ્પિટલના સાતમા માળે પહોંચીને પપ્પા લાઇનમાં બેઠા હતા અને દીકરી આમ તેમ ભટકવા લાગી. એવામાં છોકરીને ે એક  ગરોળી દેખાઇ, તે એ ગરોળીની પાછળ નાસભાગ કરતી હતી, ગરોળી  પણ  તેને નચાવતી  હોય એવું લાગ્યું. થોડીકવાર પછી ગરોળી છત પર  જઇ પહોંચી અન ે આ છોકરી  પણ  એની  પાછળ ગઇ, તેના  પપ્પાની નજરમાંથી છોકરી ઓઝલ થઇ એટલે. તેમણે શોધખોળ શરૂ કરી, પણ ત્યાં સુધીમાં તો પેલી છોકરી ગરોળીનો પીછો કરવામાં છતની પાળી પરથી  ફસડાઇને નીચે પડી. નસીબજોગે તેનું ફ્રોક ઢીલું હતું. એટલે હોસ્પિટલનું હોર્ડિગ લગાવવા માટેના સળિયામાં ફસાઇ ગયું.  તેના  પપ્પાએ બુમો પાડીને મદદ માગી. નીચેના માળેથી તેને ઝીલવા માટેનું કવર તૈયાર કર્યુ અને ઉપરથી ત્રણ-ચાર નર્સોએ  મળીને તેને ઉપર ખેંચી લીધી.

 

(3:22 pm IST)