દેશ-વિદેશ
News of Saturday, 16th February 2019

સ્વાદિષ્ટ પિસ્તા ખાવાના છે લાજવાબ ફાયદાઓ...

સામાન્ય રીતે બધા સુકા મેવાઓ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે, પણ પિસ્તાની વાત અલગ જ છે. આ સ્વાસ્થ્ય માટે ખુબજ પૌષ્ટિક ગુણકારી છે. પિસ્તામાંથી તમને ફાઈબર, પ્રોટીન, વિટામીન-સી, ઝીંક, કોપર, પોટેશિયમ, આયર્ન અને કેલ્શિયમ જેવા ગુણકારી તત્વો મળી રહેશે.

વધતી ઉંમરની સાથે આંખોમાં કમજોરી આવવા લાગે છે. જો તમે નિયમિત રૂપે રોજ પિસ્તા ખાવ તો તમારી આંખોને નુકશાન નહિં થાય. તમે વૃદ્ધાવસ્થામાં પણ સ્વસ્થ આંખ મેળવી શકો છો.

પિસ્તામાં ફેટી એસીડ્સ હોય છે. આનાથી ત્વચા સ્વસ્થ રહે છે. જ્યારે ઉમંર વધવા લાગે ત્યારે લોકોના હાડકામાં કેલ્શિયમ ઘટવાના કારણે તેમાં દુઃખાવો શરૂ થાય છે. આવામાં જો રોજ ૧૦૦ ગ્રામ જેટલા પિસ્તા ખાશો તો તમારા શરીરમાં કેલ્શિયમ ની ઉણપ નહિં રહે.

જે લોકોને હૃદયની બીમારી હોય તેમને પિસ્તાનું સેવન કરવું. આ તમને હાર્ટએટેક જેવી બીમારીથી બચાવશે. શરીરના અંદરના ભાગમાં બળતરા જેમકે છાતીમાં બળતરા, પેટમાં બળતરા રહેતી હોય તો આનું સેવન કરવું અસરકારક સાબિત થશે.

પિસ્તા વધતી ડાયાબિટીસ ને રોકે છે. આમાં ફોસ્ફરસ વધુ માત્રામાં હોય છે, જેનાથી સુગર નિયંત્રણમાં રહે છે. આના સેવનથી તમે વજન ઘડાટી શકો છો. કારણકે આમાં ઓછી કેલરી, વધુ પ્રોટીન તથા વધુ માત્રામાં અનસેચુરેટ્ડ ફેટ હોય છે, જે વજન નિયંત્રણ કરવા ઉપયોગી છે.

 

(9:47 am IST)