દેશ-વિદેશ
News of Tuesday, 15th December 2020

પૃથ્વીની બહાર સૌપ્રથમવાર મનાવવામાં આવી પાર્ટી:સ્પેસ સ્ટેશન પર અવકાશ યાત્રીઓએ પાર્ટી મનાવી

નવી દિલ્હી: પૃથ્વીથી બહાર સૌ પ્રથમ બ્રાન્ડી પાર્ટી સ્પેસ સ્ટેશન પર થઇ હોવાનો નવો રસપ્રદ ધડાકો થયો છે. સામાન્ય રીતે સ્પેસ સ્ટેશન પર ખાસ પ્રકારના જ ભોજન લઇ જવાની છૂટ છે પરંતુ 1997માં રશિયન અવકાશ યાત્રીએ સ્પેસ સ્ટેશન પર શરાબ લઇ ગયા હતા અને કોઇને ખ્યાલ પણ ન આવ્યો. રશિયન અવકાશી યાત્રીએ સ્વીકાર્યું છે કે તેઓએ 1997માં સ્પેસ સ્ટેશન પર એક બ્રાન્ડીની બોટલ લઇ ગયા હતા. આ બોટલ તેમના વિશેષ સ્પેસ શૂટમાં છુપાવાઈ હતી. તેઓએ પુસ્તક લઇ જવાના નામે શૂટમાં બોટલ છુપાવી દીધી હતી. તેમના હાથમાં આ બોટલ બાંધી દીધી હતી અને તેને રિસ્ટબેન્ડ તરીકે ઓળખાવ્યો હતો જે તેમના શરીરનું તાપમાન વગેરે માપે છે અને તેની બ્રાન્ડી પાર્ટી સ્પેસ સ્ટેશન પર માણી હતી. સ્પેસ સ્ટેશનમાં શરાબ પ્રતિબંધિત છે. તેમાં રહેલુ ઇથલોન અંતરીક્ષ સ્ટેશનના સાધનોને નુકસાન પહોંચાડી શકે છે. એટલું જ નહીં શરાબના નશામાં સ્પેસ સ્ટેશન પર મુશ્કેલી ઉભી થઇ શકે છે અને યાત્રીના પેશાબમાં કે મળમાં જો આ તત્વો આવે તો તેનાથી પણ મુશ્કેલી ઉભી થઇ શકે છે. વાસ્તવમાં સ્પેસ સ્ટેશનમાં પ્રારંભમાં શરાબ લઇ જવાની છૂટ હતી પરંતુ બાદમાં તે પ્રતિબંધીત કરી દેવામાં આવ્યો હતો. રશિયન અવકાશી યાત્રી ઇગોર વોલ્કે દર્શાવ્યું કે તેને અગાઉથી જ આ આયોજન કર્યું હતું અને પોતાનું વજન ઘટાડ્યું હતું જેથી સ્પેસ શૂટમાં થોડી જગ્યા રહે અને તે રીતે શરાબ લઇ ગયા હતા. તેઓએ અનુભવ દર્શાવતા કહ્યું કે અવકાશ યાનમાં શરાબને કારણે તેઓ બીજા દિવસે સારી રીતે સ્ફૂર્તિ અનુભવી શકે છે.

(6:30 pm IST)