દેશ-વિદેશ
News of Sunday, 15th December 2019

અમેરિકાના કેલીફોર્નિયામાં ભારતીય મુળના વિદ્યાર્થીની હત્‍યા કરનાર આરોપીએ આખરે પોલીસ સમક્ષ શરણાગતિ સ્‍વીકારી

 કેલિફોર્નિયા,: અમેરિકાના કેલિફોર્નિયામાં આવેલા સૈન બર્નાડિનો શહેરમાં એક ભારતીય વિદ્યાર્થીની હત્યા થઇ છે. થૈંક્સગિવિંગ ડેના દિવસે 25 વર્ષના સુધેશ અભિષેક ભટની લાશ મળી હતીં. જેની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. હત્યાના આરોપી હવે પોલીસ સમક્ષ સરેન્ડર કર્યુ છે. પોલીસે તેની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મૂળ ભારતના મૈસુરનો રહેવાસી સુધેશ અભિષેક ભટ કેલિફોર્નિયા યુનિવર્સિટી સૈન બર્નાડિનોમાં કમ્પ્યુટર સાઇન્સમાં માસ્ટર ડિગ્રી કરતો હતો. જેને એક મોટેલની બહાર ગોળી મારી દેવામાં આવી હતી. ત્યારબાદ પોલીસે તેને મૃત જાહેર કર્યો હતો.

આ હત્યાના ગુનામાં જે વ્યક્તિએ સરેન્ડર કર્યુ છે તે 42 વર્ષનો છે, જેનું નામ એરિક ટર્નર છે. જેણે સૈન બર્નાડિનો પોલીસ સક્ષમ પોતાના ગુનાની કબુલાત કરીને આત્મ સમર્પણ કર્યુ છે. જો કે હજુ સુધી હત્યાનું કારણ જાણવા મળ્યું નથી.

મંગળવારે આરોપીને કોર્ટ સમક્ષ રજુ કરવામાં આવશે,જ્યાં આગળની કાર્યવાહી કરવામાં આવશે. તેમના પરિવાર માટે લોકોએ એક પેજ મારફતે ફંડ પણ ઉભુ કર્યુ છે. કુલ 1000 લોકોએ મળીને 39000 અમેરિકન ડોલરનું ફંડ એકઠું થયું છે. સુધેશ ત્યાં અભ્યાસ ઉપરાંત પાર્ટ ટાઇમ નોકરી પણ કરતો હતો.

(2:15 pm IST)