દેશ-વિદેશ
News of Sunday, 15th December 2019

બ્રાઝીલના એમેઝોનના જંગલોમાં વૃક્ષો કાપવાની પ્રવૃત્તિ અટકતી જ નથી : ગત વર્ષની સરખામણીએ ૧૦૩ ટકા વૃક્ષો વધુ કપાયા

બ્રાઝીલ : બ્રાઝીલના એમેઝોન જંગલોમાં વૃક્ષોનું નિકંદન કાઢવાનું હજુ પણ ચાલુ છે. સરકારી માહિતી અનુસાર વર્ષ 2015થી વૃક્ષો કાપવા અંગેનો ડેટા એકત્ર કરવાની શરૂઆત કરવામાં આવી છે ત્યારથી ચાલુ વર્ષના નવેમ્બરમાં વૃક્ષોની કાપણી રેકોર્ડસ્તરે પહોંચી છે. વિશ્વના સૌથી મોટા ઉષ્ણકટિબંધીય વર્ષવનોને આ વર્ષે સૌથી વધુ 563 વર્ગ કિલોમીટર જેટલા કાપવામાં આવ્યા છે જે ગત વર્ષના સમાન સમયગાળાની સરખામણીએ 103 ટકા વધ્યું છે. આ માહિતી સ્પેસ રિસર્ચ એજન્સી INPEએ જાહેર કર્યો છે.

રિપોર્ટમાં જણાવ્યાં અનુસાર જાન્યુઆરીથી નવેમ્બર માસ દરમિયાન 8934 વર્ગ કિલોમીટર જેટલું જંગલ કપાઈ ગયું છે. ગતવાર્ષની સરખામણીએ આ વર્ષે વૃક્ષોની કાપણી 83 ટકા વધી છે. પોર્ટુ રિકો દેશ જેટલા વિસ્તારમાંથી વૃક્ષોનું નિકંદન કાઢી નાંખવામાં આવ્યું છે. આ ડેટા INPEએ જારી કર્યો છે. તેને એક સિસ્ટમ તૈયાર કરી છે જે એમેઝોનમાં થનાર તમામ પરિવર્તનોને રેકોર્ડ કરે છે. જેમાં આગ અને અન્ય પ્રભાવો સામેલ છે.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ PRODES નંબર રિલીઝ થયો હતો. તેમાં કહેવામાં આવ્યું હતું કે દાયકા દરમિયાન સૌથી વધું વૃક્ષોનું નિકંદન આવ વર્ષે નીકળ્યું છે. તે વર્ષ 2018ની સરખામણીએ 30 ટકા વધીને 9762 વર્ગ કિલોમીટર સુધી આગળ વધી ગયું છે. ઉલ્લેખનીય છે કે વૃક્ષોની કાપણી નવેમ્બર-ડિસેમ્બર દરમિયાન ઓછું હોય છે પણ આ વખતે નવેમ્બરમાં પણ તે વધી ગયું છે.

(11:39 am IST)