દેશ-વિદેશ
News of Monday, 15th November 2021

બરફોની વચ્ચે 6હજાર ફૂટની ઊંચાઈ પર આવેલ આ હોટલમાં રહેવાની કિંમત છે આટલી મોંઘી

નવી દિલ્હી  : સમુદ્રની સપાટીથી 6000 ફુટ ઉંચાઇ પર એકદમ શાંત સ્થળે, બરફની વચ્ચોવચ રહેેવાની કેવી મજા આવે ? સાંભળીને જ થીજી જવાય તેવાં સ્થળે રહેવાનો અનુભવ ખરેખર ખાસ જ હશે. અલાસકાનાં ડેનલી નેશનલ પાર્ક પાસે બનેલી શેડલ્ન ચેલેટ હોટલ બરફની ચાદરોથી છવાયેલા પર્વતોની વચ્ચે આવેલી છે.જેના ફોટો જોઇને જ તમે અલગ જ વિશ્વમાં જઇ પહોંચશો.

હકીકતમાં અલાસ્કાના જુથ ગ્લેશિયર વચ્ચે આવેલી હોટલ વિશ્ર્વના સૌથી દુર આવેલી સૌપ્રથમ હોટલ છે. ડોન શેલ્ડન એમ્ફિથેટર ગ્લેશિયર વેલીમાં આવવા માટેનો એકમાત્ર વિકલ્પ છે.સ્કી એકવીપ્ડ પ્લેન અથવા પ્રાઇવેટ હેલિકોપ્ટર 60 એકરમાં ફેલાયેલા આ બરફાચ્છાદિત વિસ્તારમાં રહેવાનો રોમાંચ માણવા માટેનું ભાડું સાંભળી તમે ચોંકી ઉઠશો.

(6:03 pm IST)