News of Monday, 15th November 2021
ઇઝરાયલે 5થી 11 બાળકોને રસી આપવાની મંજૂરી આપી
નવી દિલ્હી: કોરોના કેસોમાં એકાએક વૃધ્ધિ વચ્ચે ઈઝરાયેલે 5થી 11 વર્ષ સુધીના બાળકોને રસી આપવાની મંજૂરી આપી છે. ઈઝરાયેલના આરોગ્ય મંત્રાલયના રિપોર્ટ પ્રમાણે રસીકરણ સલાહકાર સમિતિ તથા મહામારી પ્રતિક્રિયા ટીમ દ્વારા બાળકોને રસીની મંજૂરી આપી દીધી છે અને તુર્તમાં બાળકોને રસી આપવાના પ્રારંભનું સમયપત્રક જાહેર કરવામાં આવશે.
નિષ્ણાતોના કહેવા પ્રમાણે રસી લેનારા કરતા રસી ન લેનારા ગમે તે પક્ષના લોકોને જોખમ વધ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ઈઝરાયેલમાં કોરોના રસી માટેની પાત્રતા ધરાવતા લોકોની ન્યૂનત્તમ વય 12 વર્ષની હતી. હવે બાળકોને 5થી 11 વર્ષની વ્યાખ્યામાં સમાવવામાં આવ્યા છે.
(6:03 pm IST)